________________
૨૫
૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે – 24
પરિગ્રહ પરિમાણનો નિયમ પરિગ્રહ વધારવા લેવો એ જૈનશાસનનો અપરાધ છે. પરિગ્રહ પરિમાણનો નિયમ તો પરિગ્રહથી બચવા લેવાનો છે.
આજે તો ઘણાની હાલત એવી છે કે, જે નથી મળ્યું તેને મેળવવા ફાંફાં મારે છે, મળ્યું છે તેને વધારવાના કોડ છે અને જે પાસે છે, તેને છોડવાનું મન નથી.
એવાને તો એ જ્યાં જાય ત્યાં બધે જ એને વાંધા-વચકા પડવાના, કજીયા થવાના, માટે જ કહ્યું કે ‘વ્યાક્ષેપસ્ય વિધિઃ' પરિગ્રહ એ વિક્ષેપ કરનારો છે. બરાબર વિચારજો.
૫ - અભિમાનનો મિત્ર :
આગળ જઈને મહાપુરુષો પરિગ્રહ માટે પાંચમા નંબરે કહે છે કે “મવસ્વ સુહૃદ્' ‘પૈસો વગેરે પરિગ્રહ મદનો-અભિમાનનો મિત્ર છે.' એ અભિમાનને ખેંચીને લાવે છે. પૈસો વગેરે પરિગ્રહ આવે એટલે અભિમાન આવે અને અભિમાન આવે એટલે પગ જમીન ઉપર ન પડે, છાતીના સેન્ટીમીટ૨ વધી જાય. તોછડાઈ આવે - ઉદ્ધતાઈ આવે, કઠોરતા આવે. બીજા પ્રત્યે ધૂત્કારની ભાવના આવે. બાપને પણ કહી દે, ‘આટલા વર્ષ તમે શું કર્યું ? ખાલી ગધ્ધામજૂરી જ કરી કે બીજું કાંઈ ? આ વૈતરાં ક્યાં સુધી કરવાનાં, જુઓ આમ
કમાવાય.’
577
એક ભાઈ મળ્યા. એ કહે કે, ‘આ કમાયા છીએ, એટલે જ ડાહ્યામાં ગણાયા છીએ અને ડાહ્યામાં ગણાયા છીએ, એટલે પાંચમાં પૂછાઈએ છીએ. સાહેબ ! પૈસો આવે એટલે બધા જ નમે, બધા જ સાંભળે, બધા જ પૂછવા આવે.’ પાછું એ અભિમાનમાં આવીને કહે કે, ‘જે કર્યું બધું સીધું પડ્યું છે;' પણ એ એટલું સમજતો નથી કે બધું સીધું પડ્યું શેને કા૨ણે ? પુણ્યને કા૨ણે અને આમ છતાં તેણે માન્યું પૈસાને કારણે.
ઘણા પૈસાના અભિમાનવાળા અમને કહે કે, ‘સાહેબ, ભલે અમે શાસ્ત્રો ન વાંચ્યાં, પણ અનુભવ અમારો ઘણો છે. અમારું પણ સાંભળો, દુનિયાનો કોઈ ખૂણો બાકી રાખ્યો નથી. ભલભલાની સાથે પનારો પાડ્યો છે.' વાત સારી ભાષામાં બોલે, પણ મર્મ તો આ જ હોય. શરૂઆતમાં ‘હું, હું’ બોલે પછી ‘અમે, અમે’ બોલે અને એમાંથી પછી ‘અમારે તો આમ ને અમારે તો આમ' - એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org