________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
એ પછીના સમયમાં જે દિવસે ગુરુદેવને ખબર પડી કે પેથડશા માંડવગઢના મંત્રી બન્યા છે, ત્યારે તેમની પ્રતિજ્ઞા ન તૂટે માટે ગુરુદેવ માંડવગઢ પધાર્યા અને પ્રતિજ્ઞાની સ્મૃતિ તાજી કરાવી. જોકે મંત્રીશ્વર પેથડશા પણ પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે સજ્જ જ હતા.
૨૪
પ્રતિજ્ઞા આપવી જેમ ગુરુનું કર્તવ્ય છે, તેમ પ્રતિજ્ઞા પળાવવી એ પણ ગુરુનું કર્તવ્ય છે.
આગળ વધીને એક ઉત્તમ નિમિત્ત મળતાં જ એ પુણ્યાત્માએ માત્ર ૩૨ વર્ષની ઉંમરમાં પોતાની ૩૦ વર્ષની ઉંમરની પત્ની પ્રથમિણી સાથે જીવનભર માટે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો હતો. જે વાત આપણે ગઈ કાલે જ કરી હતી. આ રીતે પરિગ્રહનું પરિમાણ કર્યું અને અબ્રહ્મનો ત્યાગ કરીને એમણે અર્થ અને કામ બંનેને નાથ્યાં, સંસારમાં રહીને પણ સંસારને નાથ્યો. સંસાર એમને ભરખી ન શક્યો.
576
જે અર્થ-કામની, પરિગ્રહ અને ભોગવૃત્તિની ભયાનકતા સમજે તે જ આ રીતે બચી શકે.
સભા : આપની વાત બધી જ બરાબર, પણ ધર્મની આરાધના કરવી હોય તો જીવનમાં જરૂર પૂરતો પૈસો તો જોઈએ ને ? જો જરૂર પૂરતો પૈસો હોય તો ધર્મસાધના સારી રીતે થઈ શકે.
પૈસો હોય તો જ ધર્મઆરાધના સારી થઈ શકે' એવી તમારી માન્યતા મૂળથી જ ખોટી છે. હૈયામાંથી પૈસાની આસક્તિ દૂર થાય તો ગમે તે પરિસ્થિતિમાં પણ ધર્મઆરાધના સારી થઈ શકે.
-
પૈસાના આશ્વાસન ઉપર આરાધના કરવી એ ખોટું છે. આરાધકે પૈસાનું આશ્વાસન લેવાનું નથી, પણ નિષ્પરિગ્રહતાનું આશ્વાસન લેવાનું છે.
Jain Education International
સભા : આપના ગુરુદેવ પાસે જેમણે નિયમ લીધો તે બધા પૈસાવાળા થઈ ગયા.
આ ભાઈ એમ કહે છે કે, ‘મારા પરમતા૨ક ગુરુદેવશ્રી પાસે જેણે પણ પરિગ્રહ પરિમાણનો નિયમ લીધો તે બધા પૈસાવાળા થઈ ગયા' મારે કહેવું છે કે કોઈ પણ ઉત્તમ નિયમ મહાપુરુષના પાવન મુખે લઈને નિર્મળ રીતે પાળે, તેને જે પણ પુણ્ય બંધાય તેનાં વિશિષ્ટ એવાં આનુષાંગિક ફળો પણ મળે જ. પણ એવા હેતુથી જો કોઈ નિયમ લે તો તેણે ગુરુદેવનો દુરુપયોગ કર્યો કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org