________________
૨૩ – ૧ઃ પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 – 575 પ્રતિજ્ઞા આપવી જેમ ગુરુનું કર્તવ્ય તેમ પળાવવી એ પણ ગુરુનું કર્તવ્ય છે : સભા : એટલે આપ એમ કહેવા માંગો છો કે, પરિગ્રહ પરિમાણનો આંકડો નાનામાં
નાનો ધારવો જોઈએ ? જો એમ જ હોય તો મંત્રીશ્વર પેથડશાહનો નાનો
આંકડો પણ ગુરુએ મોટો કેમ કરાવ્યો ? તમે જે બોલ્યા એનો પણ અર્થ તમે બરાબર સમજો તો પણ તમારું કામ થઈ જાય. પેથડશાહે પોતે તો નાનો જ આંકડો ધાર્યો હતો. એ આંકડાને ગુરુએ એમનું પ્રબળ પુણ્ય કર્મ જોઈને નિયમ ન તૂટે માટે એ આંકડો મોટો કરાવ્યો હતો. તમને ખબર છે કે પેથડશાહે જ્યારે નિયમ લીધો ત્યારે તેઓ મંત્રી પણ ન હતા. શ્રીમંત પણ ન હતા.
તેઓ સાવ જ સામાન્ય સ્થિતિના આરાધક શ્રાવક હતા. ગુરુદેવના સાનિધ્યમાં જ્યારે વ્રતોચ્ચારણ માટેની નાણ મંડાઈ, ત્યારે તેમને પરિગ્રહનું પરિમાણ કરવાનો મનોરથ થયો. જો કે હજુ વિરક્તિ બહુ પ્રબળ ન હતી, આમ છતાં બને તેટલા પાપથી બચવાની એમની ભાવના હતી. આથી પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચરવા જ્યારે એમણે પ્રદક્ષિણા આપવાની શરૂ કરી. ત્યારે ગુરુદેવની નજર એ પુણ્યાત્મા ઉપર પડી. ચહેરો જોયો, લક્ષણો જોયાં, અત્યારની સ્થિતિ જોઈ ! અને નજીકના ભવિષ્યમાં જ પ્રબળ પુણ્યોદય પ્રગટવાના એંધાણ જોયાં. આ પરિસ્થિતિમાં એનો લીધેલો નિયમ ન પળે તો ? એટલે ગુરુદેવે એ પુણ્યાત્માને બોલાવ્યા, પૂછ્યું – “કયું વ્રત લો છો ?' “પરિગ્રહ પરિમાણનું.” “કેટલું ધાર્યું છે ?? સાવ સામાન્ય જે રકમ ધારી હતી, તે જણાવી. ગુરુદેવને લાગ્યું કે એનું પ્રબળ પુણ્ય જોતાં આ પ્રમાણમાં લીધેલો એનો નિયમ નહિ પાળી શકે.
કોઈ પણ વ્યક્તિએ લીધેલો નિયમ ન તૂટે એ જોવાની જવાબદારી નિયમ આપનાર ગુરુદેવની છે. આમ છતાં પરમ વિવેકને વરેલા ગુરુદેવે એમ ન કહ્યું કે, ઓછું ધાર્યું છે, વધારે ધારી લો. ગુરુએ કહ્યું, “પુણ્યશાળી, આ મર્યાદામાં તું પ્રતિજ્ઞા નહિ પાળી શકે.” ભાષાનો વિવેક સમજો. એ પોતાનાં ગજા મુજબ આંકડો વધારે છે. ગુરુદેવે કહ્યું, “હજી નહિ પળે. વધાર્યું - હજી નહિ પળે – વધાર્યું, હજી નહિ પળે. છેવટે આંકડો નિયમ પાળી શકાય એટલો મોટો થયો. જ્યારે લાગ્યું કે, હવે પળી શકશે, ત્યારે કહ્યું કે “હવે ફેરા ફરો !” અને ગુરુદેવે વ્રત ઉચ્ચરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org