________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
૨૨
દેવ જેવા છે અને સંસારમાં રહેવા છતાં દર્શનીય છે. કારણ કે તેઓ સંસારમાં
રહીને પણ આદર્શભૂત જીવન જીવે છે.
-
574
સભા : આ વાત તો બરાબર છે, પણ સંસારમાં તો બધે પૈસાની જ બોલબાલા છે. તમારી વાત સત્ય નહીં પણ અર્ધસત્ય છે. એટલે કે અડધી ખોટી પણ છે. કારણ કે જેઓનો સંસારરસ નીચોવાઈ ગયો છે કે ઘટી ગયો છે એવા વિવેકીજનોમાં ક્યારેય પૈસાની બોલબાલા હોતી નથી. જેઓનો સંસા૨૨સ અકબંધ છે. એવા સંસા૨સિક જીવોમાં પૈસાની બોલબાલા હોય, એમાં કાંઈ નવાઈ નથી. સંસારરસિક જીવો તો એમ જ બોલવાના કે, ‘પૈસો બોલે છે, પૈસો દોડે છે, પૈસો છે તો જ બધું છે. પૈસો હોય તો જ આપણી કિંમત. પૈસો ન હોય તો આપણો ભાવ પણ કોણ પૂછે ?' પણ જેનામાં વિવેક પ્રગટ્યો હોય, જે પૈસાનાં દેખીતા લાભોની આરપાર જઈને એના અનર્થોને અને અનર્થોની પરંપરાને, નુકસાનોને જોઈ શકે, તેવા જીવો સંસારરસિક જીવોની વાતોમાં ક્યારેય ન આવે.
Jain Education International
સભા : અમે પણ આ બધી વાતોને બરાબર તો નથી જ માનતા.
તમે શું માનો છો, એ માટે તમારે થોડા ઊંડા ઉતરવું પડશે. તમારે જ તમારા મનને તપાસવું પડશે, તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર તમે શું માનો છો.
જો તમે હૈયાથી અર્થને અનર્થકારી માનતા હો તો તમારો પ્રયત્ન એનાથી બચવાનો જ હોવો જોઈએ. પરિગ્રહના ત્યાગની વાત તો બીજા નંબરે પણ પરિગ્રહનું પરિમાણ પણ કેટલાને ? અને કદાચ પરિગ્રહ પરિમાણ કરે તો જિંદગીમાં ય પૂરો થવાની શક્યતા ન હોય તેવો આંકડો રાખે અને ઉપરથી પાછો બોલે કે, આમ તો આટલો આંકડો થાય તેમ નથી, પણ કદાચ પૈસો વધે તો જેમ પૈસો વધે તેમ સ્ટેટસ પણ વધે. પછી ‘સાહેબ, હમણાંની જેમ રીક્ષામાં બેસીને ન જવાય ! પછી ગાડી તો જોઈએ જ. તે પણ સ્ટેટસ મુજબ લેટેસ્ટ મોડલની અને પછી ઘરમાં જેટલાં મેમ્બર હોય તેટલી જોઈએ અને એમાંથી એક બગડે તો બીજી સ્પેરમાં જોઈએ. જેથી પરિવારમાં ક્યારેય પરસ્પરમાં મનદુઃખ ન થાય. આ બધું વિચારીને આ આંકડો રાખ્યો છે.' જેની વિચારણા આવી હોય એ ક્યાં જઈને અટકે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org