________________
૨૧
૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24
―
સભા : ‘વસુ વિનાનો નર પશુ' - એ માત્ર સંસારીઓ માટે કહ્યું છે. એમાં સંસાર ત્યાગીઓની વાત નથી.
બરાબર, હવે મારે તમને કહેવું છે કે, સંસારીઓ માટે પણ તમારી આ વાત બરાબર નથી. જો સંસારીઓ માટે પણ આ સૂત્ર લાગુ પડાય તો પછી પુણિયા શ્રાવકના ગુણ ગાવાના બંધ ક૨વા પડશે. કારણ કે, તે વસુ-ધન વગરનો હતો. શું તમે તેને પશુ કહેશો ?
573
ભગવાન શ્રી મહાવીરે મગધના માલિક મહારાજ શ્રેણિકને કહ્યું કે : ‘જો તું પુણિયા શ્રાવકનું સામાયિક ખરીદીને લાવી શકે, તો તારી નરક તૂટે.' આવો પુણિયો શ્રાવક એ પશુ. કારણ કે એ વસુ વગરનો હતો અને તમે બધા માનવ, કારણ કે વસુવાળા છો એમ જ કહેવું છે ને ?
સભા : તો પછી આ બધાં વચનોનો અર્થ શું ?
આ બધાં સંસારરસિક જીવોનાં વચનો છે. અર્થોપાસનાને ઉપાદેય માનનારનાં, મિથ્યાત્વથી વાસિત બનેલ અંતઃકરણવાળા જીવોનાં વચનો છે. આવાં વચનોનો કોઈ જ અર્થ ન હોય, અનર્થ જ હોય. ખરું કહું તો અનર્થ સર્જવા એ જ આ બધાં વિધાનોનો અર્થ છે.
સભા : સાહેબ ! પણ આ બધાં વચનો કોઈક શાસ્ત્રોમાં તો હશે ને ? હોઈ શકે. પણ તે નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રમાં નહિ.
સભા : તો એનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ ?
એનું સ્વતંત્રરૂપે કશું જ મહત્ત્વ નહિ. નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્રનાં કોઈ પણ વચનનો ઉપયોગ ક્યારેય એવી રીતે ન થવો જોઈએ કે, જેનો ધર્મશાસ્ત્રની સાથે વિરોધ આવે. નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર વગેરે કોઈપણ શાસ્ત્રવચનોનો ઉપયોગ ધર્મશાસ્ત્રને અનુરૂપ કે અનુકૂળ હોય તે રીતે થાય તો જ તે વચનો ઉપકારકર્તા બને, નહિ તો ભારે અપકાર કરનારો બને.
સભા : તો ‘વસુ વિનાનો નર પશુ’- એ વચનનો ધર્મશાસ્ત્ર સાથે સંગત થાય એવો અર્થ કેવી રીતે કરવો ?
Jain Education International
જે કોઈ નર ‘વસુ’નો ધનનો અર્થી હોય, એ માટે તરફડતો હોય, છતાં જો એને વસુ ન મળ્યું હોય તો એ પશુ જેવું જીવન જીવતો હોય. આવા જીવોને માટે ‘વસુ વિનાનો નર પશુ' - એ સૂત્ર લાગુ પડે પણ પુણિયા જેવા જે પણ લોકો વસુના અર્થી ન હોય તે વસુ વિનાના હોય તો પણ તે પશુ જેવા નથી. એ તો
For Private & Personal Use Only
www.jainelibrary.org