________________
૩૨
૩
-
બંધન જાણો ! બંધન તોડો !
ઘણાંના તો જીવતર પણ ઝેર થયાં. જીવે તોય મરવાનાં વાંકે જીવે. પૈસા વગેરે માટે કોની-કોની ગુલામી ન કરે તે સવાલ છે. આ પૈસો ચીજ જ એવી છે કે જે ગધેડાને ‘બાપા’ કહેવડાવે અને બાપને ‘ગધેડો’ કહેવડાવે. પૈસાની ગરજથી દીનતા પ્રગટે છે, એ ગધેડાને પણ ‘બાપા' કહેવડાવે અને પૈસાની છતમાંથી પ્રગટેલ અભિમાન પૈસા વગરના બાપને ય ‘ગધેડો’ કહેવા પ્રેરે. આ તમારો સંસાર છે.
584
આ પૈસા ખાતર જ નોકરો શેઠીયાની મણમણની ગાળ પણ ઘીની નાળની જેમ પીવે. અભણ શેઠીયો ને ભણેલો મૅનેજ૨. શેઠીયાને સહી કરતાં ન આવડે તો મૅનેજ૨ કહી ન શકે કે સહી બરાબર નથી, ચેક પાછો આવશે. માટે ચેક ઉંચો-નીચો કરીને સહી જોયા કરે. આ જોઈને અભણ શેઠીયો પેલા ભણેલા મૅનેજ૨ને કહે કે ‘ડોબા ! અહીં શું જુએ છે ? આ બધું સહીથી નથી ચાલતું,’ કપાળે હાથ લગાડીને કહે કે ‘આનાથી (નસીબથી) ચાલે છે.' આ રીતે અભણ શેઠીયો ભણેલા મૅનેજરને ‘ડોબો' કહે. પૈસાની ભૂખવાળો એ કહેવાતો ભણેલો હસતાં હસતાં ડોબાનું ટાઈટલ સ્વીકારી લે અને પાછો ‘જી સાહેબ' કરે. શું આ ઓછું દુઃખ છે ?
Jain Education International
સભા : સાહેબ ! આવી દીવા જેવી વાતો પણ અમને હજુ કેમ સમજાતી નથી ?
કારણ કે તમને મોહનો નશો ચડ્યો છે, એટલું જ નહિ. પણ એ બરાબરનો ચડ્યો છે, એટલે બધું ઉંધું જ દેખાય છે. જેનો એ નશો ઊતરે અને જે જાગે તેને જ આ સમજાય. માટે જ પહેલાં જાગવાની વાત કરી. જાગો - બોધ પામો - ભાનમાં આવો - બંધનને ઓળખો અને તે પછી બંધનને તોડો. ભાનમાં આવશો ત્યારે જ આ વાત સમજાશે, હૃદયમાં ઊતરશે, પ્રતીતિકર બનશે.
આખી વાતનો સાર એ છે કે, પૈસો વગેરે પરિગ્રહ, દુઃખનું જન્મસ્થાન છે અને સુખનું મૃત્યુસ્થાન છે.
૧૦ - પાપનું પોતાનું ઘર :
હવે આગળ વધીને દશમા નંબરે કહે છે કે, ‘પાપસ્ય નિનો વાસ:' ‘પૈસો વગેરે પરિગ્રહ પાપનું પોતાનું ઘર છે.’
હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન-ખોટો આળ આપવો, પૈશુન્ય - કોઈની ચાડી ખાવી, રિત, અરતિ, પ૨પરિવાદ-નિંદા, માયાપૂર્વકનો મૃષાવાદ અને મિથ્યાત્વ - આ અઢાર
For Private & Personal Use Only
www.jainelibrary.org