________________
૩૩
- ૧: પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે- 24 –
585
પૈકી સત્તર પાપોનું મૂળ આ પરિગ્રહ છે. બાકીનાં બધાં પાપો અહીં પૈસા વગેરે પરિગ્રહમાં આવીને વસે છે.
ટૂંકમાં કહીએ તો દરેક પાપોને રહેવાનું, કુલવા-ફાલવાનું, સ્થાન આ પરિગ્રહ છે.
પરિગ્રહના સહારે દરેકે દરેક પાપો સારી રીતે રહી શકે છે, વધી શકે છે.
જેના જીવનમાં પરિગ્રહ ઘર કરે એના જીવનમાં બધાં જ પાપો ઘર કરે. તમે તમારું પોતાનું જીવન અને જીવનની પ્રત્યેક ઘટનાઓને શાંત ચિત્તે જોશો, વિચારશો તો તમને પોતાને પણ આ વાત તમારા જીવનમાં સાચી ઠરતી જોવા મળશે.
પૈસો વગેરે પરિગ્રહ મેળવવાની ઈચ્છા થઈ, એને મેળવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે એ મળ્યો ત્યારે એને સાચવવાનો, વધારવાનો જે પ્રયત્ન કર્યો; એ ચાલ્યો ન જાય તે માટે રક્ષણનું જે આયોજન કર્યું અને એને જીવનનાં પ્રત્યેક પાસાં સાથે વણવાનો પ્રયત્ન કર્યો. આ દરેક બાબતોમાં દરેકે દરેક સ્તરે આજ સુધીમાં તમે
ક્યારે ક્યારે, કઈ કઈ રીતે, કેટ-કેટલાં પાપો કર્યા-કરાવ્યાં, અનુમોદ્યો એ બધાનો વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે આ પરિગ્રહના કારણે તમારું જીવન કેવાં કેવાં અને કેટકેટલાં પાપોથી કેવું ખરડાઈ ગયું છે ? કેવું ભરાઈ ગયું છે ?
આ પરિસ્થિતિમાં જે વ્યક્તિ જેટલા અંશે સાવધાની રાખે તે એટલા અંશે બચે. જે બચાયું તે સાવધાનીને કારણે, પૈસાને કારણે નહિ. આટલી વાતો કર્યા પછી એ બધાનો સરવાળો કરતાં કહે છે કે -
'परिग्रह ग्रह इव क्लेशाय नाशाय च ।' આમ દશ-દશ રીતે આ પરિગ્રહ ગ્રહ એટલે કે વળગાડતી
જેમ ક્લેશનું અને વિનાશનું કારણ બને છે.' કોઈ પણ માણસ ગમે તેટલો બુદ્ધિમાન હોય પણ જો તે પરિગ્રહ સ્વરૂપ ગ્રહના બંધનમાં આવ્યો તો તે ક્લેશનો ભોગ બનવાનો જ અને એમાંથી જો સમયસર ન છૂટ્યો તો તે પોતાની જાતે જ પોતાનો નાશ નોતરવાનો જ. બંધનથી છૂટવું હોય તો પહેલાં તેને ઓળખવું પડશે અને તેને ઓળખવા માટે આ વાતો જાણવી અનિવાર્ય છે. પહેલાં : પૈસો અનર્થકારી છે, તેની જાણકારી મેળવો, ત્યાર પછી ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org