________________
૩૪
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
- 586 કરવાનો પ્રયત્ન કરો. ભગવાનનાં વચન ઉપર વિશ્વાસ બરાબર કેળવો અને જ્યારે છોડી ન શકો ત્યારે જાત સાથે વાત કરો કે ભગવાન સ્વયં આ બધું છોડીને ગયા, અમને પણ આ બધું છોડવાનું કહીને ગયા, કારણ કે આ બધું અનર્થનું મૂળ છે, આમ છતાં મને એને વળગવાનું મન કેમ થાય છે ?
આ પરિગ્રહ હિંસાને પેદા કરનારો છે. પછી એ હિંસા મનની હોય, વચનની હોય કે કાયાની હોય. એ પરસ્પરની હોય, ઘર-પેઢીની હોય કે ગામનગરની હોય, એ રાજ્યની હોય કે સરહદની હોય, એ કોઈપણ હોય.
આ પૈસો વગેરે પરિગ્રહ દરેક સ્થળે, દરેક પ્રકારની હિંસા કરાવનાર છે. હિંસા કરવી-કરાવવી કે એનું અનુમોદન કરવું, તેનાથી પરસ્પરમાં વૈર જ વધે છે, માટે જ ભગવાને કહ્યું કે, “વરં વક્ફ પ્રો” જેટલાંને માર્યા તે બધા સાથે વૈર વધે છે, એનાથી વૈરની પરંપરા વધે છે અને એને કારણે દુઃખની પરંપરા વધે છે.
જો પૈસામાં સુખ હતું તો તીર્થકરોએ શા માટે સંસારનાં દેવી સુખો છોડ્યાં ? ચક્રવર્તીઓએ શા માટે પોતાનું ચક્રવર્તીપણું છોડ્યું ? રાજવીઓએ શા માટે પોતાનાં રાજ છોડ્યાં ? મંત્રીઓએ શા માટે પોતાનાં મંત્રીપદ છોડ્યાં ? શ્રીમંતોએ શા માટે પોતાની શ્રીમંતાઈ છોડી ? આ બધાંએ આ બધું શા માટે છોડ્યું ? સભા એટલે શું આપ એવું પુરવાર કરવા ઈચ્છો છો કે, “પૈસામાં કોઈપણ જાતનું
સુખ આપવાની તાકાત જ નથી અને એનાથી દરેક રીતે દરેક અવસ્થામાં
દુ:ખ જ મળે છે !' હા. જરૂ૨, હું એવું જ પુરવાર કરવા ઈચ્છું છું. ખરી વાત કહું તો એ પુરવાર કરવાનું નથી. એ તો પુરવાર થઈ જ ચૂક્યું છે. માત્ર જે પુરવાર થઈ ચૂક્યું છે, એને તમારા હિત માટે, તમારા ઉજ્વળ ભાવિ માટે તમારી સામે રજુ કરું છું અને એને તમારે સમજી લેવાની જરૂર છે. કાંક્ષા-શોક-રક્ષણ-અતૃપ્તિ :
એટલા જ માટે આ વાતને સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રીએ ભારપૂર્વક કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org