________________
૩૫
– ૧: પરિગ્રહનામનો ગ્રહદશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 -
587
'परिग्रहेष्वप्राप्तनष्टेषु काङ्क्षा-शोको, प्राप्तेषु च रक्षणम्, उपभोगे चातृप्तिः, इत्येवं परिग्रहे सति दुःखात्मकाद्वन्धनान मुच्यत इति ।।२।।'
“પરિગ્રહ ન મળે ત્યારે કાંક્ષા-મેળવવાની ઈચ્છા-૧, નાશ પામે ત્યારે શોક-૨, મળ્યા પછી રક્ષણ-૩, ઉપભોગમાં અતૃપ્તિ-૪, આ રીતે પરિગ્રહના કારણે જીવ દુઃખરૂપ બંધનોથી
છૂટી શકતો નથી.' બોલો, આમાં શું બાકી રહ્યું ?
નવ પૈકી કોઈ પણ પરિગ્રહ જેને જોઈએ છે એને એ ન મળે ત્યારે એની આકાંક્ષાઓ, અપેક્ષાઓ મનને સતાવ્યા કરે, મળેલો પરિગ્રહ જ્યારે નાશ પામે, ચાલ્યો જાય ત્યારે મન શોકથી ઘેરાઈ જાય. રૂવે અને માથાં કુટે. ઘણા તો આઘાતમાં ને આઘાતમાં મૃત્યુ પણ પામે. મળ્યા પછી સતત એના રક્ષણની ચિંતા. ક્યાં રાષ્ટ્ર અને કઈ રીતે રાખું? કોઈ એને જોઈ ન જાય, કોઈ એને લઈ ન જાય, તે માટે શું કરું અને શું ન કરું – તેની ચિંતા અને મળેલા પરિગ્રહનો ગમે તેટલો ભોગવટો કરે તો ય અતૃપ્તિ. એમાં એને તૃપ્તિ-સંતોષ થાય જ નહિ. જેમ જેમ ભોગવતો જાય તેમ તેમ એ અતૃપ્તિના ખપ્પરમાં હોમાતો જ જાય. ક્યાંય તૃપ્તિ સંતોષનો અનુભવ જ ન થાય. આ રીતે જે કોઈ વ્યક્તિ પરિગ્રહની જાળમાં કોઈ પણ રીતે કોઈ પણ સ્વરૂપે ફસાય છે, તે દુઃખદ એવાં કર્મનાં બંધનોથી, દુર્ગતિનાં બંધનોથી, ભવનાં બંધનોથી છૂટતો નથી.
જો આ બધી વાતોને બરાબર નિર્મળ હૈયે વિચારશો તો તમારો આત્મા જ તમને કહેશે કે આ પરિગ્રહ એ ખરેખર બંધન છે અને એ ન જ જોઈએ. આમ છતાં એને સત્ત્વ-સંયોગની વિષમતાના કારણે ન જ છોડી શકો તો શ્રાવક જીવનના એક આદર્શ તરીકે આનંદ અને કામદેવને યાદ કરો, એમની પાસે શું ન હતું ? આમ છતાં એની ઉપર બંધ બાંધ્યો. “જે છે એમાં આજ પછી નવો એક રાતી પાઈનો પણ વધારો નહિ કરું અને આજે મારી પાસે જે છે તેમાંથી ક્રમે ક્રમે ઘટાડો કરીશ. એવી પ્રતિજ્ઞા ધર્મપ્રાપ્તિના દિવસે જ કરી અને એનું અખંડનિર્મળ પાલન કરીને પરિગ્રહના બંધનને તોડતાં તોડતાં છેક સંવાસાનુમતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org