________________
588
૩૬
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – કક્ષાએ પહોંચ્યા. પરિગ્રહ સાથે ક્યાંય નાતો ન રાખ્યો. સભા સંવાસાનુમતિ એટલે શું?
જાડી ભાષામાં સમજાવું. ઘરમાં રહેવા છતાં ઘરના કોઈ વ્યવહાર સાથે જોડાણ નહિ. ઘરની કોઈ વસ્તુ સાથે બંધન નહિ. આમ છતાં ઘરમાં રહ્યા એટલી ઘરમાં અનુમતિ ગણાય. આવી કક્ષાની જેની નિર્લેપતા હોય તેને સંવાસાનુમતિ શ્રાવક કહેવાય.
આ બધું સાંભળીને નક્કી કરો કે હવે મારે આ બધાંથી છૂટવું છે. જ્યાં સુધી ન છૂટાય ત્યાં સુધી જે છે એમાંથી ઓછું કરવું છે, મર્યાદાવાળું કરવું છે. સર્વજ્ઞવીતરાગ ભગવાનના સાધુ ભગવંતો સંપૂર્ણ ત્યાગ કરે તો હું મારું જીવન મર્યાદાવાળું કેમ ન કરી શકું ? આટલામાં જ જીવવું છે. આનાથી વધારે ખર્ચા નહિ. એકદમ અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ.
કદાચ સંસાર ન છૂટ્યો તો તેના વ્યવહારથી પણ છૂટી જાઓ. જો આટલું કરશો તો ય તમે બહુ સુખી થશો અને જો વેપલો કરતાં-કરતાં કે પૈસાને પંપાળતા પંપાળતા મરશો તો મોટે ભાગે દુર્ગતિમાં જશો.
સભા: જો અમે પરિગ્રહથી છૂટી જઈએ તો કર્મનાં બંધનોથી છૂટી જઈશું ?
હા ! જરૂ૨. જો તમે પરિગ્રહનાં બંધનથી છૂટી જશો તો તમારા માટે હિંસા અને મમતાનું બંધન છોડવું સરળ થઈ જશે અને એ છૂટશે તો કર્મનાં બંધનોને તૂટતાં વાર નહિ લાગે. ભલે તમને એ ન દેખાય, પણ સર્વજ્ઞ ભગવંતને તો દેખાય જ છે. એટલે તમે કર્મબંધથી છૂટ્યા કે નહિ, તે ભગવાન જિનેશ્વર જોશે. એ જ્ઞાની ભગવંતો જોશે. સભાઃ પરિણામ અને પરિણતિ બદલાયા વગર કર્મના બંધનોથી છૂટાય ?
ના, ન છૂટાય. પણ પરિણામ કે પરિણતિ બદલાઈ કે નહિ એ જ્ઞાની જોશે, એ નિશ્ચયની વાત છે. પણ પરિગ્રહ છૂટ્યો કે નહિ તે તો તમે પણ જોઈ શકશો અને એ વ્યવહારની વાત છે.
પરિગ્રહને છોડવો એ પરિણામ અને પરિણતિ બદલવા માટેનો પણ એક ઉત્તમ ઉપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
..
......................................................................................................