________________
૩૭ – ૧ઃ પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 – 589
જેમણે પણ પોતાના પરિણામ કે પરિણતિ બદલવી હોય તેણે પરિગ્રહ છોડવો જોઈએ અને જેના પરિણામ કે પરિણતિ બદલાશે તેનો પરિગ્રહ આપોઆપ છૂટી જશે. એટલે પરિગ્રહ છોડવામાં તો બેય રીતે લાભ જ છે અને પરિણામ કે પરિણતિના નામે પરિગ્રહ ન છોડવામાં તો બેય રીતે નુકસાન જ છે.
માટે તમે વહેલામાં વહેલી તકે પરિગ્રહથી છૂટવાનો નિર્ણય કરો, યત્ન કરો અને એ માટે આદર્શ તરીકે આનંદ ને કામદેવને આંખ સામે રાખો ! અને નક્કી કરો કે જેટલું સત્વ છે, જેટલા સંયોગો છે, તેટલું બંધનથી છૂટવું છે.
જેટલા ૫૦ ઉપરની ઉંમરના છે, તેમને પૂછી લઉં ? હવે તમારે શું બાકી છે ? ક્યારે છોડવું છે ?
હવે અમારે શું બાકી છે ને તેનાથી ક્યારે છૂટવું છે ? આ વાતને બરાબર વિચારજો.' આ અંગે પરમતારક પરમાત્માનો શો શો ઉપદેશ છે, સૂત્રકાર પરમર્ષિ શું શું ફરમાવવા માગે છે – તે હવે પછી અવસરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org