________________
હિંસા નામનું પાપ આપણી હિંસા નોંતરે છે
(રાગ : આવો આવો દેવ મારા...)
પાપસ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત, મારે જે જગ-જીવને રે, તે લહે મરણ અનંત રે. પ્રાણી.
જિનવાણી ધરો ચિત્ત. ૧ માત-પિતાદિ અનંતનાં રે, પામે વિયોગ તે મંદ, દારિદ્ર દોહગ નવિ ટળે રે, મિલે ન વલ્લભ વૃંદ રે. પ્રાણી. જિ. ૨ હોય વિપાકે દશગણું રે, એકવાર કીયું કર્મ, શત સહસ કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે. પ્રાણી. જિ. ૩ મર' કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વેશ્વાનરની જોય રે. પ્રાણી. જિ. ૪ તેહને જોરે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત, નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ-બ્રહ્મદત્ત રે. પ્રાણી. જિ. ૫ રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાથ, તેહ થકી દૂરે ટળે રે, હિંસા નામે બલાય રે. પ્રાણી. જિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org