________________
૨ - હિંશા કે પ્રતિહિંણાથી વૈ શમતું નથી પણ વધે છે
- વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-પ્ર.૨, શનિવાર, તા. ૨૪-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
આર્તધ્યાનનું સ્વરૂપ :
·
→ રૌદ્રધ્યાનનું સ્વરૂપ :
.
વ્યવહારુ શું - અવ્યવહારુ શું ?
• હિંસાના દશ પ્રકાર :
ન
♦ પારકી મૂડીએ ધંધો ન કરવો, બધી મૂડી ધંધામાં ન હોમવી : ન
વિષય : બીજું બંધન - હિંસા.
પરિગ્રહ ઉપર ઠીકઠીક લંબાણથી વિવેચના કરી એની અનર્થકારિતાનું ધ્યાન કરાવ્યા બાદ આ પ્રવચનથી ‘હિંસા’ નામના બંધનની ઓળખાણ કરાવી છે અને તેનાથી છુટવાનો ઉપદેશ પ્રારંભ્યો છે. એમાં શરૂમાં એક પ્રશ્નના જવાબમાં આર્ત્તધ્યાનની વ્યાખ્યા, તેના પ્રકારો અને એની હેયતા અસરકારક શબ્દોમાં સમજાવી છે. ભગવાન યુગાદિનાથે પોતાના ૯૮ પુત્રોને આપેલો સંસારત્યાગ અને સંયમ સ્વીકારનો ઉપદેશ પણ, એમણે આપેલા ખાણીયા મજુરના દૃષ્ટાંત સાથે રજૂ કરી અર્થ-કામરૂપ બંધનનું અનિષ્ટ સમજાવ્યું છે. ત્યારબાદ ઈરિયાવહિ સૂત્રમાં બતાવેલ દશ પ્રકારની હિંસાનું સ્વરૂપ સમજાવી એ હિંસાથી બચવા અહિંસા, જીવોના પ્રકારો - અસ્તિત્વ-પ્રાણો-જીવન-મરણના કારણો આદિનું સ્વરૂપ સમજી કરુણાભાવથી હૃદયને ભાવિત કરી એ જીવોની સુરક્ષા કરવાની વાત અસરકારક શબ્દ સંયોજનથી અહીં વર્ણવાઈ છે.
25
પ્રવચનનું પ્રતિબિંબ
* પરિગ્રહ અને મમતા સાધકને આર્ત્તધ્યાનની ઊંડી ખાઈમાં ડૂબાડે છે.
* સંસારમાં રહીને પાપોથી બચવું - એ અતિ કપરું છે, માટે જ તો જ્ઞાનીઓ સંસાર છોડવાનું કહે છે.
* તમે જો નમ્ર અને વિવેકી બની, હાથ જોડવા પૂર્વક કહેશો કે, અમને સહકાર આપો, તો તમને સારામાં સારો સહકાર મળશે.
* સામેવાળો ભલે તમને મિચ્છા મિ દુક્કડં ન આપે, તમારે તો આપવો જ જોઈએ. * જેટલાં કર્મો સમૂહમાં બાંધ્યા તે બધાં જ કર્મોને મોટે ભાગે એક સાથે જ ભોગવવાનો વારો આવતો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org