________________
૧૧
– ૧:પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે-24 –
563
પરિગ્રહ એ પાપનું તો પોતાનું જ ઘર છે - ૧૦ માટે જ આ પરિગ્રહ સામાન્ય વ્યક્તિઓને તો પરેશાન કરે જ છે, પણ પ્રજ્ઞાવાન લોકોને માટે પણ ગ્રહની જેમ એટલે કે વળગાડની જેમ ક્લેશ અને વિનાશનું કારણ બને છે.
પરિગ્રહનું આ સ્વરૂપ સમજ્યા પછી કોઈપણ વિવેકી એનો પડછાયો લેવાનું પણ પસંદ ન કરે.
સભા : સાહેબ ! એક એક મુદ્દો થોડો વિગતવાર સમજાવો તો સારું.
તમારી ભાવના છે, તો વિગતવાર વિચારીએ. ૧ - દ્વેષનું ઘર :
આ નવે નવ પ્રકારનો પરિગ્રહ એ પહેલા નંબરે “ફેષ0 ગતિન”, “બ્રેષને રહેવાનું ઘર છે.”
પૈસો વગેરે મેળવવાની ભૂખ લાગે ત્યારથી જ એ પૈસો મેળવવામાં જે કોઈ આડે આવે તેના ઉપર દ્વેષ થવાની શરૂઆત થઈ જાય. મળેલા પૈસામાં જે કોઈ ભાગ પડાવે કે તેને કોઈ લઈ જાય તેવું લાગે તો તેના પ્રત્યે પણ દ્વેષ શરૂ થઈ જાય. પછી ભલે એ સગો ભાઈ કે સગો દીકરો કેમ ન હોય ?
આજે પણ ઘરમાં દરેકને દાગીના-કપડાં-રાચરચીલું, ઘર, ગાડી વગેરે બધું જૂદું જુદું જોઈએ તેનું કારણ શું ? “પસ્ય માવતિનમ્', તમારા ઉપર કોઈને કે તમને કોઈના ઉપર દ્વેષ હોય તો તેમાં અન્ય કારણોની જેમ પૈસો વગેરે પરિગ્રહ પણ કારણ છે.
બે સગા ભાઈ હોય, બેય વચ્ચે ઘણો મેળ હોય, પણ બંનેના ઘરમાં એક એક રતન આવ્યું, શું કહું, રતન જ કહું ને ! આવે પછી મેળ રહે ખરો ?
સભા: ‘રતન' ? - એ ન સમજાયું. ન સમજાયું? રાખીને બેઠા છો અને ન સમજાયું. સભાઃ હા. હવે સમજાયું. આપ પત્નીની વાત કરો છો ને ?
હા ! હવે સમજ્યા. એ આવ્યા પછી બેમાંથી એક માટે જો કાંઈ પણ લાવ્યા અને બીજીને ખબર પડી તો તરત જ વિદ્વેષ શરૂ.
આને લાવી આપ્યું અને મને ન લાવી આપ્યું. એમાંથી કજીયા શરૂ અને પછી શું કહે ? “હવે મારાથી ભેગા નહિ રહેવાય. એ ભોગવે અને એને જોઈને અંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org