________________
૧૨
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
–
564
સળગ્યા કરવું તેના કરતાં જુદું રહેવું સારું.” એમ થાય. આ થયો ષ.
પરિગ્રહની ભૂખવાળાનો સ્વભાવ જ એવો હોય કે, કોઈની ગાડી જુએ, સંપત્તિ જુએ – મકાન જુએ અને પોતાની પાસે ન હોય તો જેની પાસે હોય તેના ઉપર એને દ્વેષ થાય. એના પ્રત્યેની ઈર્ષ્યાથી એ અંદરથી બળ્યા કરે અને ભૂતકાળના પુણ્યના ઉદયથી જેની પાસે પરિગ્રહ છે, તેને એ પરિગ્રહની મમતાના કારણે બીજાઓને જોઈને થાય કે, આ બધા મારું પડાવી લેશે તો; એટલે તેની પાસે કોઈ આવે તો તે તેને ન ગમે. ઘણાં શ્રીમંતોને લોકોનો સંપર્ક ન ગમે. કારણ કે એના મનમાં સતત એ ચિંતા હોય છે કે, હમણાં કાંઈક માંગવા આવશે તો અને જો કોઈ માંગવા માટે પછી ભલે તે ધર્મના કામ માટે પણ આવ્યા હોય, તોપણ એને થાય કે, “હાલી નીકળ્યા છે ! શું એમના માટે કમાયા છીએ !” એટલે એ કોઈને મળે નહિ, કોઈના ભેગા ભળે નહિ. એ કોઈને ટાઈમ પણ આપે નહિ. એ સતત કોઈને પણ મળવાનું ટાળ્યા જ કરે.
પરિગ્રહને બ્રેષના ઘર તરીકે ઓળખાવ્યો. જ્યાં પરિગ્રહ હોય ત્યાં દ્વેષને રહેવું બહુ જ માફક આવે. જેટલા પરિગ્રહધારીઓ, એ જો વિવેકી ન હોય તો એમના ઘરમાં દ્વેષ થાણાં થાપીને બેઠો હોય. બાપ-દીકરામાં ઝઘડા, પતિપત્નીમાં ઝઘડા, મા-દીકરીમાં ઝઘડા, ભાઈ-ભાઈમાં ઝઘડા, ભાઈ-બહેનમાં ઝઘડા, આડોશી-પાડોશીમાં ઝઘડા, ભાગીદારો-ભાગીદારોમાં ઝઘડા, જીગરજાન મિત્રો વચ્ચે પણ ઝઘડા અને દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ, શેઠનોકર, રાજા ને પ્રજા, આ દરેક વચ્ચે ઝઘડા એ દ્વેષનું જ પરિણામ છે અને આ દ્વેષ એ પરિગ્રહનું પરિણામ છે.
તમે સૌ તમારું પોતાનું અને તમારા પરિચિતોનું જીવન તપાસો!તમારા જીવન વ્યવહાર તપાસો, તો તમને પોતાને ખ્યાલ આવશે કે, આ નવ કે નવ પૈકીના કોઈ પણ પ્રકારના પરિગ્રહના કારણે એકબીજા પ્રત્યે કેટલો વિદ્વેષ ઊભો થયો છે.
મહાભારતના મૂળમાં ય રાજ્ય-સંપત્તિ વગેરે પરિગ્રહ જ કારણ હતો કે બીજું કાંઈ ? અને તમારા પરિવારોમાં ય જે મહાભારત સર્જાય છે, તેના મૂળમાં ય આ પરિગ્રહ છે કે બીજું કાંઈ ? ગઈ કાલે જેના વિના એક મિનિટ પણ તમે રહી શકતા ન હતા, આજે તેની સામે ય જોવા તૈયાર નથી. એના મૂળમાં પણ પરિગ્રહ કારણ નથી તો બીજું શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org