________________
૧૩
— ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે – 24
જે ગરીબની સામે, યાચક-ભિખારીની સામે કે જરૂરતમંદ વ્યક્તિઓની સામે લાગણી, અનુકંપાથી જોવું જોઈએ તેમની સામે ઘરકીયાં કરવાનું મન થાય છે. આવો વિદ્વેષ જે તમારા હૈયામાં પ્રગટ્યો છે, તેનું મૂળ પરિગ્રહ છે કે બીજું કાંઈ ?
565
ધર્મનાં કોઈ પણ કાર્યો થતાં હોય કે થવાનાં હોય ત્યારે તેને માટે પણ જેમ તેમ બોલવાનું થાય છે અને ધર્માનુષ્ઠાનો પ્રત્યે જે ઘણાના હૈયામાં વિદ્વેષ પ્રગટ્યો છે, એના મૂળમાં ય શું પરિગ્રહનો લગાવ કામ નથી કરતો !
એટલું જ નહીં, ધર્મગુરુઓ પણ જ્યારે પરિગ્રહની અનર્થકારિતા વર્ણવીને તેને છોડવાની વાત કરે તો એમના ઉપર પણ દ્વેષ થાય. આ પરિગ્રહ કોના ઉપર, ક્યારે, કેવો વિદ્વેષ પેદા કરાવશે, એ કહેવું મુશ્કેલ છે. માટે જ કહ્યું કે : આ પરિગ્રહ એ ‘દ્વેષસ્વ ઞાયતનમ્' દ્વેષનું ઘર છે.
કંસારાના કબુતર ન બનો :
અમે પૈસા માટે જરાક નબળું બોલીએ એટલે એની આંખો અમારી સામે પણ ચકળ-વકળ થવા માંડે.
૫૨મતા૨ક ગુરુદેવશ્રી કહેતા કે કેટલાંક એવા શ્રીમંતો હોય કે તે સામે આવીને બેસે તો લાગે કે છાતી ઉપર પથરો બેઠો.
સભા : આપ આટલું બધું કહો છો, તે છતાં અમે તો શાંતિથી સાંભળીએ છીએ. જો તમને ભગવાનની કહેલી આ બધી વાતો ગમતી હોય અને એને અનુરૂપ શુભભાવો પ્રગટતા હોય તો ખુશ થવા જેવું છે. પણ જો ઊંડે ઊંડે ય એમ બેઠું હોય કે, ‘મહારાજ સાહેબને જે બોલવું હોય તે બોલવા દો ને. આ બધું બોલીને મહારાજ સાહેબ ભલે ખુશ થતા. આમાં આપણે ક્યાં કાંઈ લેવું-દેવું છે કે, આમાં આપણે ક્યાં કાંઈ બંધાઈ જવાનું છે' - તો એ કેવું કહેવાય ? આવા શ્રોતાઓને કંસારાનાં કબૂતર જેવા કહ્યા છે.
વાસણ બજારને કંસારા બજાર કહેવાય છે. આ વાસણ બજારમાં આખો દિવસ ટકૂ-ટફૂ થયા કરે. સામાન્ય રીતે કબૂતર ભોળાં અને ગાભરું પક્ષી છે. પણ કંસારા બજારનાં કબૂતર ત્યાંનો અવાજ સાંભળી સાંભળીને એવાં ટેવાઈ ગયા હોય કે, ત્યાં વાસણને ટીપવાનો ગમે તેટલો અવાજ થાય, તો પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org