________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
કંસા૨ા બજારનાં કબૂતરો આંખ મીંચીને નિરાંતે જપીને બેઠાં હોય છે. તે ઊડે તો નહિ પણ આંખેય ખોલે નહિ. બોલો ! તમારો નંબર શેમાં ?
૧૪
સારી વાત સાંભળવા મળી છે. આજે નહિ તો કાલે સુધરશું. માટે રોજ સાંભળવી છે, તેમ હોય તો સારું, બાકી ‘મહારાજ સાહેબને કહેવું હોય તે કહે. પૈસા વગર પગલું ય ક્યાં મંડાય છે ?’ એવું જો મનમાં હોય તો ખોટું છે.
566
સભા : પણ સાહેબ ! વાત તો સાચી જ છે ને કે સંસારમાં પૈસા વગર પગલું ય મંડાતું નથી.
એટલે જ ભગવાને સંસાર છોડવાની વાત કરી છે અને ભગવાનના માર્ગે ચાલતા સાચા સદ્ગુરુઓ પણ સંસાર છોડવાની જ વાત કરે છે. જેથી પરિગ્રહ વિના જ બધાં પગલાં માંડી શકાય. જે હૈયાપૂર્વક સંસાર છોડે એનાં બધાં પગલાં પૈસા વગેરે પરિગ્રહ વગર જ મંડાય.
માટે જ ફરી ફરીને કહું છું કે, પૈસો છોડવો જ પડશે.
સભા : સંસાર છોડે તેને માટે બધું બરાબર છે, પણ જે સંસારમાં રહે એને તો બધી જ જરૂર પડે ન ?
ભગવાને એવું નથી કહ્યું કે જેને સંસારમાં રહેવું હોય તે સંસારમાં રહે અને અહીં આવવું હોય તે અહીં આવે; સંસારમાં રહેનાર માટે પૈસો વગેરે પરિગ્રહ પાપ નથી ને અહીં આવનારને માટે પૈસો વગેરે પરિગ્રહ પાપ છે. બધા માટે પૈસો વગેરે પરિગ્રહને પાપ કહ્યો છે, પૈસો વગેરે પરિગ્રહ પાપ લાગશે તો છૂટશે. પૈસો વગેરે પરિગ્રહ છોડ્યા વિના કોઈનું ય કલ્યાણ થવાનું નથી અને એ છોડી શકાય તે માટે જ આખા સંસારનો ત્યાગ કરી સંયમની સાધના કરવાની છે.
સભા : પણ એ માટે જરૂરી શક્તિ ન હોય તો શું કરવું ? અમારામાં એવી શક્તિ નથી.
શક્તિ નથી, હૈયાથી બોલતા હો તો હું તમારા પક્ષે.
સભા : પુણ્યની ખામી છે.
ના, એ બોલવાનો હક અનાર્યોને છે તમને નહિ. તમે આર્ય છો, અહીં આવવા માટે તમને બધુ જ મળ્યું છે. પંચેન્દ્રિય પરિપૂર્ણતા, નીરોગી શરીર, આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, એમાં પણ જૈન જાતિ, જૈન કુળ, સર્વજ્ઞવીતરાગ ૫૨માત્મા જેવા દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ અને કરુણામય મોક્ષપ્રાપક ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org