________________
૧૫
- ૧ઃ પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 –
567
વગેરે બધું જ મળ્યું. હવે જે કાંઈ ખામી છે તે પુરુષાર્થની ખામી છે. મૂળમાં જે કાંઈ મળ્યું છે તે જોવું ગમવું જોઈએ તેવું ગમ્યું જ નથી, સંસાર પ્રત્યે જેવો વૈરાગ્ય પ્રગટવો જોઈએ તેવો વૈરાગ્ય પ્રગટ્યો જ નથી. જેના હૈયામાં વૈરાગ્ય પ્રગટ્યો હોય એની મનોદશા કેવી હોય તે જાણવું જરૂરી છે.
શ્રી ધર્મરત્ન પ્રકરણમાં અને એના આધારે “૩૫૦ ગાથાના સ્તવન'માં દ્રવ્યશ્રાવકના ૨૧ ગુણો, ભાવશ્રાવકના ક્રિયાગત છ ગુણો બતાવીને ભાવશ્રાવકના ભાવગત જે સત્તર ગુણો બતાવ્યા છે. તે બતાવતાં ૧૩મી ઢાળમાં કહ્યું છે કે :
“ક્લેશ તણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે'; અને પૂરા સંસાર માટેના એના ભાવોને વર્ણવતાં કહ્યું કે -
આજ કાલ એ છાંડીશું, એમ વેશ્યા પરે નિઃસ્નેહો રે.” - આમ કહેવાનો સાર એ છે કે ક્યારે છોડું ? આજે છોડું - કાલે છોડું - એમ મહેમાનની જેમ ઘરમાં રાગ વગર સંસારમાં બેઠો હોય અને તક મળતાં જ નીકળી જવાની પેરવીમાં હોય. આજે તો આવા ભાવની જ ખામી છે.
આ પૂરી ઢાળનો અભ્યાસ કરો તો શ્રાવક સંસારને, સંસારની તમામ પ્રવૃત્તિને અને પદાર્થોને કેવી નજરે જુએ, એનાથી છૂટવા એ કેવો તરફડે અને તક મળતાં જ એ સંસારને કેવી રીતે છોડી દે, એનો ખ્યાલ આવે.
એકવાર જો જીવનમાં સાચું શ્રાવકપણું પ્રગટી જાય તો આ સંસારમાં ક્યારેય ક્યાંય ન ગમે અને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી સંસાર માટે જે કાંઈ મેળવવું પડે કરવું પડે, તે કશું જ ન ગમે. સભાઃ અમને પણ લગાવ નથી. ઉદાસીન ભાવે રહીએ છીએ અને જે કાંઈ જરૂર
પડે તે ઉદાસીન ભાવે મેળવીએ છીએ ને વાપરીએ છીએ. આ કોણ બોલ્યું ? જો ખરેખર તમારી આ સ્થિતિ હોય તો શ્રીસંઘ તમારાં દર્શન કરવા ઈચ્છે છે. અમને આખો સંસાર છોડ્યા પછી પણ ઉદાસીનભાવ જોઈએ તેવો પ્રગટતો નથી અને તમને ઘરમાં બેઠાં બેઠાં પ્રગટી ગયો ! આવું બધું બોલવું એ જુદી વાત છે અને આવી અંતરંગ સ્થિતિનું નિર્માણ કરવું એ જુદી વાત છે. આજે તો આવી વાતો કરીને મોટે ભાગે દંભ પોસાય છે. આવી વાતો કરનારાઓમાંના ઘણાની સ્થિતિ તો એવી દયનીય હોય છે કે અહીં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org