________________
૧૬ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! -
568 સિદ્ધગિરિની પાવન છાયામાં ચોમાસું કરવા આવ્યા પછી પણ જો કોઈ એમની નાનીશી વસ્તુ લઈ જાય અને વાપરી લે તો ધડાકો થઈ જાય. સભા : અરે ! એમણે રાખેલ પાણીના માટલામાંથી કોઈ પાણી લઈને વાપરી જાય
તો ય ધડાકો થઈ જાય. બસ ! પતી ગયું ? તો પછી તમે શી રીતે કહો છો કે “અમે ઉદાસીનભાવે રહીએ છીએ ?' આવું માનનાર બીજાને તો ઠગવાનો પ્રયત્ન કરે જ છે, પણ એ ખુદ પોતાને પણ ઠગે છે. આવા લોકો ઉદાસીનભાવે નહીં પણ ઉદાસપણે હતાશ થઈને, ડીપ્રેસ થઈને રહે છે. ઉદાસ હોવું અને ઉદાસીનભાવે રહેવું એ બે વચ્ચેનો ફરક સમજો !
ફરીને પણ કહું છું કે, તમે ગંભીર બનો ! અંતર્મુખ બનો ! તમારા આજ સુધીના સમગ્ર જીવન વ્યવહારને તપાસો, તમારા મનના ભાવોને તપાસો અને વિચારો કે જમ્યા પછી જ્યારથી સમજણો થયો ત્યારથી આ પરિગ્રહ માટે જીવનમાં કોની-કોની સાથે ક્યારે ક્યારે કેટલી વાર ઝઘડો કર્યો ? કોની કોની ઉપર દ્વેષ પ્રગટ્યો ! કોનો કોનો ચહેરો જોતાં અકળામણ થઈ ? પછી એ પૈસો હોય, દર-દાગીના હોય, જર-ઝવેરાત હોય, ફર્નિચર હોય, તમારા ભોગઉપભોગની જેટલી-જેટલી સામગ્રી હોય, પુત્ર, પત્ની વગેરે પરિવાર હોય, નોકર, ચાકર હોય કે જેના આધારે તમે જીવો છો તે બધો પરિગ્રહ છે અને આ પરિગ્રહ માટે કેટલા ઝઘડા થયા તે વિચારો તો તમને બરાબર ખ્યાલ આવશે કે, આ પરિગ્રહ એ દ્વેષનું ઘર કેવી રીતે છે ? ૨ - ધીરતાનો હ્રાસ :
બીજા નંબરે કહ્યું કે : “વૃતેઃ મરિય:” પૈસો વગેરે પરિગ્રહથી ધીરતાનો હ્રાસ થાય છે.
પૈસો વગેરે પરિગ્રહ આવે એટલે ધીરતાનો ઘટાડો થાય. દરેક વસ્તુમાં એ ઉતાવળો થાય. કોઈ પણ વસ્તુમાં એની સ્થિરતા ન હોય, વ્યવહારમાં પણ એવું બને અને ધર્મમાં પણ એવું બને.
ન સ્વાધ્યાયમાં મન ભળે, ન ભગવાનની ભક્તિમાં મન ભળે, ન સામાયિકમાં મન ભળે, ન પ્રતિક્રમણમાં મન ભળે, ન નવકારવાળીમાં મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org