________________
૧૭
- ૧: પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે-24 -
569
ભળે. નવકારવાળી આમ ફરે અને મનથી એ દેશાટન કરવા ચાલી નીકળે. મારવાડના રેંટની જેમ બળદ ગોળ, ગોળ ફરે અને રેંટ ઉપર-નીચે ફરે; તેમ ભાઈ દુનિયામાં ગોળ ગોળ ફરે અને નવકારવાળી ઉપર-નીચે ફરે. ક્યાંય સ્થિરતા જ નહિ, સ્થિરતાનો અભાવ.
એ ધર્મસ્થાનમાં પણ મોબાઈલ લઈને આવે, એમાં ઘંટડી રણકે ને ચાલ વ્યાખ્યાનમાં વાંકા વળીને વાત કરી લે, કાંઈ એવા સમાચાર મળે એટલે ધીમે રહીને સરકી જાય. અહીં અમારું વ્યાખ્યાન ચાલતું હોય ને ઘરાક સાથે વાત કરી લે.
જેમ ધર્મમાં સ્થિરતા નહિ તેમ વ્યવહારમાં પણ સ્થિરતા નહિ. ખાવા બેઠો હોય ત્યારેય મનમાં પૈસો વેપાર ઘોળાતો હોય, ખાતાં ખાતાં કાંઈક યાદ આવે અથવા કોઈક એવો ફોન આવે કે તરત ઊભો થઈને રવાના થાય. ખાવામાં ય મન ન હોય, હાથમાં કોળીયો હોય ને મન ક્યાંય ફરતું હોય. પરિવાર વચ્ચે બેઠો હોય પણ મન વેપાર-ધંધામાં ખોવાયેલું હોય. ઊંઘમાંથી પણ ઝબકીને જાગે.
પૈસાના લોભને કારણે ઘણીવાર તો વ્યાપારમાં ય સ્થિરતા ન રહે. ઘડીમાં આ લાઈન લે અને ઘડીમાં બીજી લાઈન લે. વારંવાર વેપાર પણ બદલતો રહે. વારંવાર ધંધા બદલે, વારંવાર નોકરી બદલે, વારંવાર રહેઠાણ બદલે, વારંવાર ઘરવખરી બદલે, ફર્નિચર બદલે, કોઈ વાતમાં એની સ્થિરતા, ધીરતા નહિ. એ ધર્મસ્થાનમાં આવ્યો હોય ત્યારે પણ એનું મન સંસારનાં વળગણોથી બંધાયેલું હોય. એ ધર્મગુરુ સાથે વાત કરતો હોય ત્યારે ય મનમાં કાંઈક બીજું જ ચાલતું હોય. પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવના જીવનમાં બનેલો એક પ્રસંગ કહું. . તેવાને ધર્મસ્થાનમાં ય ગુરુ ગૌણ અને ધન મુખ્ય બને ?
તેઓશ્રી વિ. સં. ૧૯૮૫-૮૬ની સાલમાં જ્યારે મુંબઈમાં હતા ત્યારે એક શ્રીમંત શ્રાવક, પરમતારક પાસે બેઠા હતા, તત્ત્વની વાત ચાલતી હતી. પરમતારક ગુરુદેવશ્રી સમજાવી રહ્યા હતા એમાં એ અચાનક ઊભો થઈ ગયો. પૂજ્ય ગુરુદેવશ્રીજીને કાંઈ પણ કહ્યા વગર એ સીધો જ દાદરા તરફ ગયો અને સડસડાટ દાદરા ઉતરવા લાગ્યો. લાલબાગના હૉલમાં બારી પાસે પરમગુરુદેવનું આસન હતું. તેઓશ્રીને થયું કે, આ એકાએક ઉભો કેમ થયો - પૂછવાય ઉભો ન રહ્યો. કાંઈ વાત પણ ન કરી અને એકાએક એ ક્યાં ગયો ? એ જોવા તેઓશ્રીએ બારીમાંથી નીચે નજર કરી. એ સમયે મહાવીરસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org