________________
570
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – ભગવાનનું દેરાસર ન હતું. નીચે ખુલ્લો ચોક હતો અને ગાડીઓ છેક અંદર સુધી આવતી હતી. પ૭ ઈંચના ડગલાવાળો મોભાદાર માણસ ગાડીમાંથી નીચે ઉતર્યો. ગાડીનો ડ્રાયવર ગાડીનો દરવાજો ખોલે તે પહેલાં તો આ નીચે દોડી ગયેલા શ્રીમંતે પોતે જાતે જ એ ગાડીનો દરવાજો ખોલ્યો ને પટાવાળો જેમ દોરી લાવે તેમ તે એ આગંતુક આગેવાનને ઉપર દોરી લાવ્યો. એને આગળ બેસાડ્યો અને પોતે પાછળ બેઠો. અહીં એને વિનય શીખવાડવાની જરૂર ન પડી. જાણે કે એ સાક્ષાત્ વિનયની મૂર્તિ. વિનય જોવો હોય તો અહીં જોવા મળે. પૂજ્ય ગુરુદેવશ્રી એ આવનાર આગંતુક સાથે વાત કરે. એ આ શ્રીમંતની સામે જુવે ને આ કહે, “જી સાહેબ !' એટલે પેલો પણ કહે “જી સાહેબ !” નવા આવેલા ભાઈ ઊભા થયા, તો આ છેક ગાડી સુધી મૂકવા ગયો. ગાડીનો દરવાજો એણે જાતે ખોલ્યો. પેલા ભાઈને બેસાડીને દરવાજો પોતે બંધ કર્યો. ગાડી ઉપડી ત્યાં સુધી હાથ આમ-આમ (ટા-ટા) કરીને પાછો ઉપર આવ્યો. આવીને પૂજ્ય ગુરુદેવશ્રીને કહે કે, “સાહેબ, માફ કરજો. હવે વાત આગળ વધારો.' ત્યારે ગુરુદેવશ્રીજીએ પૂછ્યું કે, “તું ગયો કેમ ? અને આવું બધું કરવાનું કાંઈ કારણ ?'
સાહેબ ! આ તો મારા અન્નદાતા છે. જે કાંઈ કમાયો છું. તે તેમના પ્રભાવે. ભલે હું ગમે તેટલો મોટો શ્રીમંત છું, પણ દલાલ છું. મને જે કાંઈ દલાલી મળે છે, તે એમને ત્યાંથી.' ધર્મસ્થાનમાં પણ આ રીતે ગુરુ ગૌણ અને ધન મુખ્ય ! અહીં તમારો પણ જો કોઈ શેઠ આવી જાય, તો અમારું વ્યાખ્યાન સાઈડમાં રહી જાય અને જ્યાં સુધી પેલાને આગળ ન બેસાડો ત્યાં સુધી તમને જપ ન વળે. આ સંસારના સંબંધો અહીં પણ કામ કર્યા કરે છે. આ બધી પરિસ્થિતિ કેમ ઉભી થઈ ? પરિગ્રહનું બંધન અને એને કારણે થયેલ “વૃતેઃ વિ.” ધીરજનો અભાવ.
પરિગ્રહના બંધનને કારણે ધર્મમાં, ધર્મની મર્યાદામાં સ્વીકારેલા વ્રતો અને નિયમોમાં ક્યાંય ધીરતા નહિ. વિનય મર્યાદાના પાલનમાં પણ એ જ સ્થિતિ. ૩ – ક્ષમાનો શત્રુ
ત્રીજે નંબરે કહે છે – “ક્ષાન્તઃ પ્રતીપ:' “ક્ષમા-શાંતિનો શત્રુ' - પૈસો વગેરે પરિગ્રહ ક્ષમાનો શત્રુ છે. જેની પાસે પૈસો આવ્યો, જેને તેનું વળગણ વળગ્યું, તેને શાંતિ ન હોય, ક્ષમા ન હોય, તેને તો જીવનમાં અશાંતિ હોય, ક્ષમા સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org