________________
૧૯
- ૧: પરિગ્રહનામનો ગ્રહદશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 -
571
વૈર હોય. પૈસા વગેરેનો મુદ્દો આવે કે તરત તેનું બોઈલર ફાટે. કહી દે - “માદરે વ્યવહારે તુ, ત્યા સુધી મ પૈસા વગેરેની બાબતમાં હું સગા બાપની પણ સાડાબારી રાખતો નથી. હું બરાબર બતાડી દઈશ, મારી સાથે નબળો વ્યવહાર કરનારને હું ક્યારેય છોડતો નથી. એને પણ ખબર પડશે કે મને કો'ક માથાનો મળ્યો હતો. સભાઃ એના મનમાં પૈસો એ જ શાંતિ છે.
આપણે કોઈના મનની વાત નથી કરવી આપણે આપણા મનની - તમારા મનની વાત કરવી છે.
હું જ્યારે તમારા હિત માટે તમને ઉદ્દેશીને વાત કરું, ત્યારે તમે બીજાની વાત શા માટે કરો ? જે પાઘડી તમારે તમારા માથે પહેરવાની છે, તે તમે બીજાને શું કામ પહેરાવો ? સંસારમાં કોઈ પણ સારી વસ્તુ તમે તમારા માથે લો છો, જ્યારે ધર્મમાં તમે સારી વાત તમારા માટે ન લેતાં બીજાને માથે મૂકો છો, આ શું બતાવે છે ? તમને લાગે છે કે, આ રીતે તમારું આત્મકલ્યાણ થઈ શકશે ?
જીવનમાં જ્યારથી પૈસાની ભૂખ ઉભી થઈ ત્યારથી ક્ષમા-શાંતિ ગઈ અને બેચેની, ધમધમાટ, ગરમી, ક્રોધ વગેરે શું શું પ્રગટ્યું એનો જરા વિચાર કરો ? ૪ – વિક્ષેપનો સર્જકઃ
આગળ જઈને ચોથા નંબરે કહે છે, “વ્યાક્ષેપચ્ચ વિધ:' “વિક્ષેપનો સર્જક છે' - પૈસો વગેરે પરિગ્રહ વિક્ષેપ પેદા કરે છે. પૈસાનો કે નવ પૈકીના કોઈ પણ પ્રકારના પરિગ્રહનો પ્રશ્ન આવે એટલે પરસ્પર સંબંધોમાં, વ્યવહારમાં વિક્ષેપ પડવાનો શરૂ થઈ જાય છે. ટૂકડા પાડવા – વિક્ષેપ કરવો તે કામ પૈસાનું છે. પૈસો કુહાડાનું કામ કરે છે. ૩૦-૪૦ વર્ષનાં જૂના સારા સંબંધોને પણ એકમાત્ર પૈસા ખાતર ગણતરીની મિનિટોમાં છોડતાં અમે જોયા છે.
વર્ષો સુધી તેમને એકબીજા વગર ચાલતું નહોતું, તે એકબીજાની સામે જોવાય તૈયાર ન હોય. એક અમુક દરવાજેથી આવે તો બીજો બીજા દરવાજેથી નીકળી જાય. એકબીજા એકબીજાનો પડછાયો લેવા પણ તૈયાર ન થાય. પૈસા ખાતર એ હદે સંબંધોને વણસતાં અમે જોયા છે કે સગા બાપ કે ભાઈ સામે ત્રણત્રણ કોર્ટે લડતાં પણ શરમ ન આવે. આ પૈસા ખાતર પતિ-પત્નીને છૂટાં પડતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org