________________
26
૩ - બંધન કોણ?
પરિગ્રહ, પરિગ્રહની ક્ષમતા કે બન્નેથ?. - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૩, સોમવાર, તા. ૨૯-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• ધર્મથી મળેલું ય બંધન :
નીતિથી મેળવેલું બંધન : • મહાપુરુષોની ભાવના : પ્રભુની આજ્ઞા
ક્યારે મળે ? • સાવધાની રાખવી જરૂરી : • જ્ઞાતા-દેષ્ઠા ભાવના નામે પોસાતો દંભ :
• પરિગ્રહ ખરાબ કે પરિગ્રહની મમતા
ખરાબ ? • મમતા ડાકણ છે, ગમે ત્યારે વળગી જાય : • જે પરિગ્રહી હોય તે હિંસક હોય જ : • ધંધો બંધ કરવો એ પણ પ્રભાવના : ૦... એ વિષય, રાગ વિના થતું નથી :
વિષય : પરિગ્રહ અને મમતાની મિત્રાચારી. પરિગ્રહ અને હિંસા એકબીજા સાથે ખૂબ સંકળાયેલા છે. એને જલદી જુદા કરી શકાતા નથી. માટે અહીં પ્રસંગોપાત્ત ફરી પરિગ્રહને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં ચર્ચવામાં આવ્યો છે. એ ચર્ચાનું કારણ સભામાંથી પૂછાયેલો એક માર્મિક પ્રશ્ન છે. પ્રસ્વકારે પૂછ્યું કે - પરિગ્રહની મમતા ખરાબ કે પરિગ્રહ ખરાબ ? બેમાંથી બંઘન કોણ કહેવાય ? એનો જવાબ અનેકાંતની શૈલીમાં આપતાં પ્રવચનકારશ્રીએ જણાવ્યું કે પરિગ્રહ પણ ખરાબ, પરિગ્રહની મમતા ય ખરાબ. બંનેય ખરાબ અને બંનેય બંધન. એ બંને કઈ કઈ અપેક્ષાથી ખરાબ અને બંધનરૂપ બને છે ? તેની સમજાવટમાં નિશ્ચયનય અને વ્યવહારનયની જુગલબંધીની રજુઆત પણ અહીં કરાઈ છે. શ્રોતાની ભૂમિકા જોઈને દેશના કરવાની વાત પણ કહેવાઈ છે. પ્રાંતે ફરી હિંસાની મૂળ વાત પર આવીને પ્રવચને વિરામ કર્યો છે.
પ્રવચનનું પ્રતિબિંબ * જે નાના પરિગ્રહમાં ડૂબી જાય છે, તે મોટા પરિગ્રહમાં અલિપ્ત રહી શકે, એ
શક્ય લાગે છે ? * દૂધમાં સાકર હોય, ડબલ હોય કે ન જ હોય અથવા મીઠું હોય તો પણ એક સરખી
પ્રસન્નતાથી વાપરી જાય તો કાંઈકે જ્ઞાતા-દૃષ્ટાભાવ આવ્યો છે એમ માની શકાય. * રૂપિયા ગમે તે પણ બંધન ને રૂપિયાવાળો ગમે તે પણ બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org