________________
૬૮
૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
620
'दीयते मार्यमाणस्य, कोटिं जीवितमेव वा ।
धनकोटिं न गृह्णाति, सर्वो जीवितमिच्छति ।।' મરાતા માણસને કોઈ કરોડ રૂપિયા આપે અગર તો જીવન આપે, તો કોઈ કરોડ રૂપિયા ન લે પણ જીવન જ ઈચ્છે.' 'अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ।।' વિષ્ટામાં રહેલા કીડાની અને દેવલોકમાં રહેલા ઈન્દ્રની
જીવવાની ઈચ્છા સમાન છે, બન્નેને મરણનો ભય પણ
સમાન છે.' હિંસા અને હિંસકભાવો આત્માને કર્મનાં બંધનોથી બાંધે છે, વૈરની પરંપરામાં સપડાવે છે, ચિરકાળ સંસારમાં રઝળાવે છે અને દુર્ગતિનાં દારૂણ દુ:ખોમાં જીવને હોમી દે છે. માટે જ ભગવાન કહે છે કે “હિંસા એ બંધન છે. હિંસા એ કોઈથી કોઈના દ્વારા અપાતાં દુઃખોથી છૂટવાનો માર્ગ નથી. એ તો દુઃખમાં સપડાવનારું બંધન.”
છેલ્લી ત્રણ વાત યાદ રાખો. હિંસા બંધન છે – ૧, હિંસાથી વૈરની પરંપરા સર્જાય છે – ૨, તેનાથી સુખ નહિ પણ દુઃખની પરંપરા સર્જાય છે – ૩. માટે જ પરિગ્રહની જેમ હિંસાથી પણ છૂટવું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org