________________
૯૭ – ૨ ઃ હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 - 619 તરીકે જન્મ અને આખું ખેતર સળગાવાય ત્યારે તે બધા એક સાથે સાફ જેટલાં કર્મો સમૂહમાં બાંધ્યા તે બધાં જ કર્મોને મોટે ભાગે એક સાથે જ ભોગવવાનો વારો આવતો હોય છે.
તમે તમારા બાળકોને વિડીઓ ગેમ વગેરે સાધનો લાવી આપો છો, હવે તો મોબાઈલ-ફોનમાં પણ એવી સુવિધા (!) મળવા લાગી. વધુમાં ઈન્ટરનેટવેબસાઈટ વગેરે ઉપર પણ તમારા બાળકો આવી હિંસક રમતો રમે છે, યુદ્ધો પણ કરે છે. કેટલાય વિમાનો અને જહાજોને બટનની અણીએ ઉડાવે છે; અને પછી એનો માનસિક આનંદ માણે છે. એ આનંદ એમની વાણીમાં અને કાયામાં પણ છવાય છે. આમાં કેવી અને કેટલી એકાગ્રતાથી પાપબંધ, કર્મબંધ થાય છે, એનો ક્યારેય વિચાર કર્યો છે મહાનુભાવ ? સભા કસાઈનું તો ભૂંડું ઈચ્છાય ને ?
ના, તેનું પણ ભલું જ ઈચ્છવાનું કે એને સબુદ્ધિ સૂઝે કે પાપ કરતો અટકે. એને બંધનમાં લઈએ તો પણ કરુણાથી કે બિચારો વધારે પાપ ન કરે એ માટે. એક વાત ધ્યાનમાં રાખો કે જીવનમાં કોઈના પણ માટે ખરાબ ઈચ્છવાનું પણ નથી, ખરાબ વિચારવાનું પણ નથી અને ખરાબ કરવાનું પણ નથી.
જ્યારે તમે મૈત્રી વગેરે ભાવનાનું સ્વરૂપ સમજશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે જગતના ખરાબમાં ખરાબ, પાપીમાં પાપી, નિધૃણમાં નિર્ગુણ વ્યક્તિ માટે પણ ખરાબ વિચાર કરવાનો નથી કે એનું ખરાબ ચિંતવવાનું નથી. એમ કરવાથી તો આપણને જ નુકસાન થવાનું છે, એને નહિ.
તમે કોઈના માટે ખરાબ વિચારો એથી કોઈનું ખરાબ ન થાય. એનું ખરાબ તો એનો પાપોદય હોય તો જ થાય; જ્યારે તમે કોઈનું પણ ખરાબ ઈચ્છો કે વિચારો એથી તમારું તો ખરાબ નક્કી થવાનું. માટે સમજો કે બીજા કોઈને પણ જેટલું દુઃખ આપો, અપાવો કે તે દુઃખી થાય તેમાં ખુશ થાઓ તે બધી જ હિંસા છે, એનાથી “વેર વછૂટું ગપ્પો' આત્માના વૈરની પરંપરા સર્જાય છે.
એક સ્થાને હિંસાની અનર્થકારિતાને બતાવવા ખૂબ સુંદર શ્લોકો લખેલા છે. તે વાંચી, વિચારીએ તો પણ ખૂબ સારી ભાવના પેદા થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org