________________
૫
– ૧ઃ પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 -
557
શકે તે માટે સાવ સહેલી ભાષામાં પરમાત્માએ કહ્યું કે, પરિગ્રહ એ બંધન છે.
રૂપિયો-ધન-સંપત્તિ વગેરે જંગમ મિલકત કે મકાન-જમીન વગેરે સ્થાવર મિલકત એ બધો પરિગ્રહ છે અને આ બધો પરિગ્રહ કર્મબંધનનું કારણ છે, માટે એ પોતે પણ બંધન છે – એમ ભગવાન મહાવીરે કહ્યું છે. જેને આપણે સુખનું સાધન માનીએ છીએ, તેને જ ભગવાન દુઃખનું સાધન કહે છે. ભગવાન મહાવીર કહે છે કે, પરિગ્રહ ભેગો કરીને અમે દુઃખથી છૂટશું એવું જો તમે માનતા હો તો તમે ભ્રમમાં છો. આ તમારો ભ્રમ તોડો ! પરિગ્રહ ભેગો કરીને તમે ક્યારેય દુઃખથી મુક્ત નહિ બની શકો. “ર્વ ટુવસ્થા મુષ્ય ' આ વચનો દ્વારા ભગવાને આપણો ભ્રમ તોડવાનું કામ કર્યું છે, આપણી મિથ્થામાન્યતા ઉપર ઘા મારીને ભગવાને આપણને નરી વાસ્તવિકતાનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. બંધનને બંધન તરીકે ઓળખાવીને આપણને એ બંધનોથી ઉગારી લેવાનો પ્રભુનો આ કરુણાપૂત પ્રયત્ન છે. બાહ્યપરિગ્રહ નવ પ્રકારનો :
ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ આદિ નવ પ્રકારનો બાહ્યપરિગ્રહ છે. ધનમાં રૂપિયા વગેરે આવે - ૧, ધાન્યમાં ચોવીસ પ્રકારનાં અનાજો આવે - ૨. એક કાળ હતો - જેમાં બે-બે, પાંચ-પાંચ વર્ષ સુધીનાં અનાજનો સંગ્રહ થતો. જેની જેવી ક્ષમતા, એ ક્ષમતા પ્રમાણે અનાજનો સંગ્રહ કરાતો. આજે પણ વેપારીઓ પોતપોતાના ગજા મુજબ ગોડાઉનોનાં ગોડાઉનો ભરીને ધાન્યનો સંગ્રહ કરતા હોય છે. જેમ ધન પરિગ્રહ છે, તેમ ધાન્ય પણ પરિગ્રહ છે. ક્ષેત્રમાં ખેતરોજગ્યાઓ આવે – ૩, વાસ્તુમાં બિલ્ડીંગો-મકાન-બંગલા-ફ્લેટ વગેરે આવે - ૪, રૂપ્યમાં ચાંદી અને તેની વસ્તુઓ આવે – ૫, સુવર્ણમાં સોનું અને તેમાંથી બનેલ અલંકાર વગેરે વસ્તુઓ આવે - ૬, કુષ્યમાં સોના-રૂપા સિવાયની વિવિધ ધાતુઓ અને એમાંથી બનેલ વિવિધ વસ્તુઓ આવે. તેમજ તમારું ફર્નિચર પણ તેમાં જ આવે - ૭, દ્વિપદમાં પત્ની-પુત્ર, દાસ-દાસી, નોકર-ચાકર, પંખીઓ વગેરે આવે - ૮ અને ચતુષ્પદમાં ગાય, ભેંસ, હાથી, ઘોડા, કૂતરાં વગેરે આવે - ૯ : આ નવે નવ પ્રકારનો પરિગ્રહ કર્મબંધનનું કારણ છે, માટે તે પોતે પણ બંધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org