________________
૬
૩ બંધન જાણો ! બંધન તોડો !
-
સભા : પરિગ્રહને તમે બંધન કહો છો, પણ ચોથા વ્રતનું મહત્ત્વ પણ ઘણું છે. જે વ્યક્તિ ચોથું વ્રત સ્વીકારે, તેણે અડધી દીક્ષા સ્વીકારી કહેવાય, તેમ તમે કહેલું તેથી અહીં મૈથુન એ બંધન છે, તેમ કેમ કહ્યું નથી ?
558
પત્ની કે સ્ત્રી, પતિ કે પુરુષ કે અન્ય કોઈ પણ પદાર્થના સહયોગ વિના મૈથુન શક્ય નથી. તેથી પત્ની કે સ્ત્રી, પતિ કે પુરુષ વગેરેનો દ્વિપદના પરિગ્રહમાં સમાવેશ થઈ જાય છે, માટે અલગ વિવક્ષા કરી નથી. પત્ની કે સ્ત્રી, પતિ કે પુરુષ જેમ પરિગ્રહ હોવાથી બંધન છે; તેમ તેને લગતાં તમામ પ્રકારનાં કામભોગનાં સાધનો પણ પરિગ્રહ છે, બંધન છે.
જેમ પત્ની અને પત્નીને લગતી કામભોગની સામગ્રી બંધન છે, તેમ દીકરાદીકરી, જમાઈ, વેવાઈ, નોકર-ચાકર એ પણ બંધન છે. બે પગવાળાં બધાં જ. જે પોતાનાં લાગતાં-વળગતાં, સગા-સંબંધી, જેમ કે, આ મારી પત્ની, આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારો જમાઈ, આ મારો વેવાઈ, આ મારો સાળો, આ મારો સાઢુભાઈ, આ મારો નોકર, આ મારો ચાકર, આ મારો મેનેજ૨; આ મારાં સગાં, આ મારાં વહાલાં; આ બધાં બંધન.
સભા ઃ કોઈને આ મારો દીકરો છે, એમ પણ ન કહેવાય ?
લાગણીથી બોલો તો બંધન ! આ મારાપણાનો ભાવ તે બંધન. પરંતુ વ્યવહા૨ની સ્મૃતિ માટે આ મારો પુત્ર છે, એમ કહેવાથી બંધન ન બને.
સભા : આ મારો શિષ્ય છે, એમ તમે કહો તો ?
Jain Education International
એ શિષ્ય પ્રત્યે મારાપણાનો ભાવ જાગે તો શિષ્ય એ પણ બંધન અને તમને અમારા માનીએ અને કહીએ કે આ અમારા ભક્ત, તો તે પણ બંધન. પરંતુ કર્તવ્યભાવની સ્મૃતિ માટે આ મારો શિષ્ય છે કે, આ મારો ભક્ત છે - એમ
કહેવાથી બંધન ન બને.
સભા ઃ ગુરુ અમારા છે, એમ માનીએ તો ?
ગુરુને ગુરુ તરીકે સ્વીકારો, તરવા માટે સ્વીકારો તો બંધન નહિ પણ ગુરુ પ્રત્યે વૈયક્તિક મમત્વ બંધાય અને આત્મકલ્યાણનો, તરવાનો ભાવ બાજુમાં રહી જાય, તો એ પણ બંધન. બીજી એ વાત પણ સમજી લો કે, ‘આ મારા ગુરુ’
એવું માનવામાં પોતે ગુરુ સાથે બંધાવાનો ભાવ હોવો જોઈએ. ગુરુને પોતાની સાથે બાંધવાનો ભાવ ન હોવો જોઈએ. પોતે ગુરુને સમર્પિત થવાનો ભાવ જોઈએ,
For Private & Personal Use Only
www.jainelibrary.org