________________
૭
- ૧: પરિગ્રહનામનો ગ્રહદશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 -
559
પણ ગુરુને પોતાને આધીન કરવાનો ભાવ ન જોઈએ અને ગુરુ સાથે બંધાવાનો કે ગુરુને સમર્પિત થવાનો ભાવ પણ આત્મકલ્યાણ માટેનો જ હોવો જોઈએ. એ ભાવ જો બાજુમાં રહી જાય તો એ પરિસ્થિતિ પણ બંધન બની જાય.
હવે તમે જ મને કહો કે, તમારે ગુરુ કેવા જોઈએ ? તમે કહો તેમાં હા પાડે તેવા કે, તમારું આત્મહિત થાય, એવો જ માર્ગ બતાવે તેવા?
આજે તો ઘણાંને એવા જ ગુરુ જોઈએ કે જે પોતે કહે તેમાં હા પાડે, પોતાનું કહ્યું કરે. પોતે કહેલી વાતને બરાબર સાંભળે અને પોતે જે પણ વાત લઈને જાય, તે 'O.K.' કરી આપે. બધી રીતે પોતાને અનુકૂળ આવે તેવા ગુરુ જોઈએ, એવાને માનો કે એવા જ ગુરુ મળી જાય તો એના માટે તે ગુરુ પણ બંધન.
દેવ, ગુરુ, ધર્મ ક્યારે કયા સંયોગમાં બંધન બને ? કયા સંયોગમાં બંધન ન બને; કયા સંયોગમાં બંધન વધારનાર બને અને કયા સંયોગમાં બંધન છોડાવનાર બને, એ બધી જ વાતો કરવી છે, તે પછી કરીશ. હમણાં તો મારે તમને સીધી તમારા સંસારની વાત કરવી છે. પહેલાં જાડાં-જાડાં બંધન સમજો, પછી ઝીણાં ઝીણાં બંધનો સમજાવીશ.
જેમ દ્વિપદ પરિગ્રહ છે, તેમ ચતુષ્પદ પણ પરિગ્રહ છે. તેમાં ગાય, ભેંસ, બકરાં, હાથી, ઘોડા, ઊંટ વગેરે આવે, આ બધાં પણ બંધન છે. હાથે કરીને આપત્તિ વહોરાઈ છે :
પરિગ્રહ રૂપે આ નવે નવ બંધનરૂપ છે. કર્મનાં બંધનોનું સર્જન કરે છે. આત્માને બાંધે છે. આત્માની ચેતનાને ગૂંગળાવવાનું કામ કરે છે. નવે પ્રકારનો પરિગ્રહ એ અનર્થનું મૂળ છે, એમ ટીકાકાર મહર્ષિ અહીં લખે છે. વ્યવહારમાં પણ સારા વિચક્ષણ માણસો આ જ બોલે છે –
“જર, જમીન ને જોરુ, ત્રણે કજીયાનાં છોરુ' જર એટલે રૂપિયો વગેરે ધન-સંપત્તિ, જમીન એટલે વાસ્તુ-ક્ષેત્ર આદિ બધું અને જોરુ એટલે દ્વિપદ-ચતુષ્પદ વગેરે. આ ત્રણે કજીયાનાં મૂળ છે. માટે દુઃખનાં મૂળ છે. એટલે દુઃખનાં, છોરું છે. છોરું એટલે છોડ : જેમ ફુલના છોડ ઉપર ફુલ આવે તેમ આ છોડ ઉપર દુઃખ આવે. જેમ ગુલાબનો છોડ તેમ કજીયાનો છોડ. જેમ ગુલાબના છોડ ઉપર ગુલાબ ઊગે તેમ આ જર-જમીન અને જોરુના છોડ ઉપર કજીયા ઊગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org