________________
બંધન જાણો ! બંધન તોડો
દુનિયાનાં જેટલાં પણ ક્લેશ-સંક્લેશ છે, તે આમાંથી જ થાય છે. સમાજને પણ સ્વીકારવું પડ્યું છે કે, આ દુઃખનું મૂળ છે. આપણે આ હંમેશાં બોલ્યા, પણ વિચાર્યું ક્યારેય નહિ.
૩
અર્થની અનર્થકારિતા, સંપત્તિની વિડંબણા સમજાવવા માટે ટીકાકાર મહર્ષિ અદ્ભુત શ્લોક લઈ આવ્યા છે.
'ममाहमिति चैष यावदभिमानदाहज्वरः,
कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । यशःसुखपिपासितैरयमसावनर्थोत्तरैः, परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते । । १ । ।'
‘મારું’ અને ‘હું’ – આ પ્રકારનો અભિમાનરૂપ દાહ-જ્વર જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી યમરાજનું મુખ શાંત થતું જ નથી અર્થાત્ ત્યાં સુધી મૃત્યુની પરંપરા અટકતી નથી; ફળરૂપે અનર્થને જ પામનારા યશ અને સુખની પિપાસાવાળા લોકો વડે આ આપત્તિ પ્રાપ્ત કરાઈ છે, જે બીજા લોકો વડે ક્યાંથી અને કઈ રીતે દૂર કરી શકાય ?’ આ રીતે આ શ્લોકમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જ્યાં સુધી ‘હું’ અને ‘મારું’ની ભાવના જીવતી છે, ત્યાં સુધી અંદરથી બળ્યા જ કરો ! આ ભાવનાને દાહજ્વરની ઉપમા આપવામાં આવી છે. દાહજ્વર જેને થયો હોય તેને ચેન ન પડે, શરીર ન વળે, ખાવું ભાવે નહિ. ‘હું ને મારું', આ ભાવના જીવતી રહે, ત્યાં સુધી આત્મા માયકાંગલો ને માયકાંગલો જ રહે. બળવાન ન બને. જ્યાં સુધી ‘હું અને મારું’ની ભાવના જીવતી છે, ત્યાં સુધી યમરાજનું મોઢું ક્યારે ય બંધ થવાનું નથી. એ તમારો કોળિયો કર્યા જ કરશે.
‘શાંતસુધારસ’ના એક શ્લોકમાં જણાવ્યું પણ છે કે -
'मुखगतान् खादतस्तस्य करतलगतै - र्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।'
‘આ યમરાજ, જે એના મુખમાં છે, તેને ચાવી રહ્યો છે તો એના હાથમાં રહેલા આપણને શું મોત આવવાનું નથી ?'
Jain Education International
560
For Private & Personal Use Only
www.jainelibrary.org