________________
બંધન જાણો ! બંધન તોડો !
પહેલા નંબરે પરિગ્રહ, બીજા નંબરે આરંભ-હિંસા અને ત્રીજા નંબરે મમત્વ. કર્મબંધમાં મુખ્ય કારણ પરિગ્રહ છે - આ પરિગ્રહ માટે જ મોટે ભાગે હિંસા થાય છે કે, કરાય છે અને મમત્વની ભાવનામાંથી પરિગ્રહ ભેગો કરવાનું કે હિંસામાં પ્રવૃત્તિ કરવાનું થાય છે. આ ત્રણેયની સાંકળ છે.
સીધી નજરે જે વાત આપણા જોવામાં આવે, આપણા અનુભવવામાં આવે તે જ વાત પરમાત્માએ અહીં બતાવી છે.
૩
556
સામાન્ય રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ - આ પાંચને કર્મબંધનાં કારણો બતાવ્યાં છે. ક્યાંક મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર કારણો બતાવ્યાં છે. ત્યાં પ્રમાદનો કષાયમાં સમાવેશ કરી દીધો છે, ક્યાંક મિથ્યાત્વ અને અવિરતિ - એમ બેને કર્મબંધનાં કારણ તરીકે બતાવીને કષાય અને યોગનો તેમાં સમાવેશ કરી લીધો છે. ટૂંકમાં ભલે કોઈ પણ શૈલીમાં કર્મબંધનાં કારણો બતાવ્યાં પણ બધી વાતનો મર્મ એક જ છે - મિથ્યાત્વને ઓળખવું, અવિરતિને ઓળખવી, કષાયોને ઓળખવા, પ્રમાદને ઓળખવા અને યોગને ઓળખવા. આ દરેકને ઓળખવા જેટલા જરૂરી છે, તેટલા જ તે ઓળખાવા અઘરા પણ છે. અપેક્ષાએ આ બધામાં કષાયને ઓળખવા સૌથી વધારે અઘરા છે. કષાયોની તીવ્રતાના કારણે મિથ્યાત્વ અને અવિરતિને ઓળખવું પણ ઘણું કઠીન છે. આ કષાયો જાગ્યા કે ન જાગ્યા ? તે નબળા છે કે સબળા છે ? સક્રિય છે કે નિષ્ક્રિય છે, પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે ? - તે પિછાણવું અઘરું છે. પ્રમાદ પણ જાણવો અઘરો છે. યોગની વાત તો પછીની છે. જો કષાય બરાબર ઓળખી લેવાય અને જીતી જવાય તો એના સહારે મિથ્યાત્વ અને અવિરતિને જીતવું ય સહેલું છે. પ્રમાદ અને યોગને જીતવું ય સહેલું છે.
Jain Education International
એટલા જ માટે પ્રભુએ અહીં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ - એવી પરિભાષાનો ઉપયોગ ન કરતાં નાનામાં નાની અલ્પજ્ઞમાં અલ્પજ્ઞ અને મોટામાં મોટી કે પ્રબુદ્ધમાં પ્રબુદ્ધ વ્યક્તિ પણ સમજી શકે તેવી પરિભાષાનો ઉપયોગ કરીને, પરિગ્રહ, હિંસા અને મમતાને બંધન ત૨ીકે, કર્મબંધનાં કારણ તરીકે ઓળખાવ્યા છે.
-
નાનો બાળક હોય કે પ્રૌઢ હોય, મૂર્ખ હોય કે પ્રાજ્ઞ હોય એમાંથી કોઈ પણ, બંધન કોને કહેવાય ? અગર તો કર્મો શાનાથી બંધાય ? - એ સહેલાઈથી સમજી
For Private & Personal Use Only
www.jainelibrary.org