________________
૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ફ્લેશ અને વિનાશને નોંતરે છે
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીજીને ઉદ્દેશીને આત્મજાગૃતિનો નાદ સંભળાવીને બંધનને ઓળખવાનું અને એને ઓળખીને તોડવાનું જ્યારે કહ્યું હતું, ત્યારે જંબૂસ્વામીજીએ પ્રશ્ન કર્યો હતો કે, ભગવંત ! ભગવાનશ્રી મહાવીરે બંધન કોને કહ્યું છે ? અને શું જાણીને તેને તોડી શકાય છે ?
તેના જવાબમાં આ મહાન એવા શ્રી સૂયગડાંગ સૂત્રનો જન્મ થયો છે. તેમાં બંધનોને ઓળખાવ્યાં છે અને તેને તોડવાના માર્ગો બતાવીને તે માર્ગે ચાલવા સાધકને પ્રોત્સાહિત કર્યો છે.
અનંતવીર્યના સ્વામી એવા આત્માને બાંધવાની તાકાત કોની હોય ? આમ છતાં કર્મે તેને બાંધ્યો છે. જેને લઈને ચાર ગતિ અને ચોર્યાસી લાખ યોનિઓમાં આત્મા અટવાયો છે, અનંત જન્મ-મરણના ચક્રાવામાં એ ફસાયો છે. કલ્પનાતીત દુ:ખોનો, નરી વિડંબણાઓનો, વિષમ પરિસ્થિતિઓનો અને દુઃખોની પરંપરાનો એ ભોગ બન્યો છે.
સામાન્ય રીતે કોઈને પણ ન સમજાય એવી આ વાત છે કે, અનંતશક્તિના સ્વામી એવા પણ આત્માની બેહાલી આ કર્મો કરી શકે. આવું બને જ શી રીતે ? કર્મો જડ છે. આત્મા ચેતન છે. છતાં એ આત્માને બાંધે છે તો કયાં એવા પરિબળો છે કે જેના સહારે આ જડ કર્મો ચેતનવંતા આત્માને બાંધી શકે છે ? મનને મુંઝવતા આ પ્રશ્નનો સાચો અને સચોટ ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીરદેવે સૌ પ્રથમ ત્રણ કારણો બતાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org