________________
803
૨૫૧ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33
મિથ્યાત્વ સીધેસીધું દેખાય નહિ. એકેન્દ્રિય વગેરે જીવોમાં પણ આ અનાભોગિક મિથ્યાત્વ હોય છે. એટલે જ આ મિથ્યાત્વને ઓળખાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “અવ્યક્ત અનાભોગ જી'.
આ પાંચે પાંચ મિથ્યાત્વનો ત્યાગ થાય ત્યારે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પાંચ પૈકીનું એક પણ મિથ્યાત્વ ઉદયમાં હોય ત્યાં સુધી સમ્યક્તની પ્રાપ્તિ થતી નથી અને સમ્યક્તની પ્રાપ્તિ વિના આત્મહિતની સાધના જે સ્વરૂપે થવી જોઈએ, તે સ્વરૂપે થતી નથી.
આ પાંચ મિથ્યાત્વ પણ આત્માને અનાદિકાળથી સંસારમાં રખડાવવાની તાકાત ધરાવે છે. આમાંના એકે હાલે એમ નથી :
મારું પકડ્યું છોડું નહિ,” આ દશા આભિગ્રહિક મિથ્યાત્વમાં આવે ને ? આજે મોટા ભાગની આ દશા છે. પકડ્યું છોડે નહિ. સમજાવવાના લાખ પ્રયત્નો કરીએ, શાસ્ત્રવચનો આપીએ, મહાપુરુષોનાં દૃષ્ટાંતો કહીએ અને છેલ્લે કાંઈ જવાબ ન હોય, એટલે કહે કે, તમારી બધી વાત સાચી પણ મારે ગળે ઉતરતી નથી અને પાછો ઠસ્સાથી કહે કે, “અમે તો ગમે તેવા ચમરબંધીની વાત પણ ગળે ન ઉતરે તો ન માનીએ.”
સભા : કિણહી ચળાવ્યો નવિ ચળે રે'. એમ સક્ઝાયમાં આવે છે ને ?
એ તો સમ્યગ્દષ્ટિ આત્માનો ભૂષણરૂપ ગુણ બતાવેલો છે જ્યારે તમે કહ્યું તે તો અવગુણ છે. સહસ્રાવધાની પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે – ચોથા આરાના માનવીના ગુણો તો ઘણાંએ ગાયા. મારે તો પાંચમા આરાના જીવોનાં ગુણ ગાવા છે.
ચોથા આરાનાં માનવીઓમાં સ્નેહ હતો જ નહિ, હમણાં પરણીને આવ્યા, મિંઢળ પણ હજી છૂટ્યાં નથી, એકબીજાને મળ્યાં પણ નથી. લાગણીભર્યો વાર્તાલાપ પણ કર્યો નથી ને આચાર્ય ભગવંત પધાર્યા. ગયા ધર્મદેશના સાંભળવા, ધર્મદેશના સાંભળી, વૈરાગ્ય થયો ને બધુ છોડીને ચાલી નીકળ્યાં. જ્યારે પાંચમા આરાના માનવીઓ પ્રેમપાત્રની લાત ખાય તો ય એમને સંસાર ઉપર વૈરાગ્ય ન થાય. એવાને જ્યારે લાત પડે ત્યારે એ ઉપરથી પેલીને કહે “તને તો વાગ્યું નથી ને ?' આ આજના પ્રેમાંધોની અવદશા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org