________________
૨૫૨
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
-
804
ચોથા આરાના માનવીઓ ચંચળચિત્તા હતા. હજી પરણીને આવ્યા. રસ્તામાં પહાડ જોયો, ઉપર મુનિ દેખાયા. કહ્યું, ‘રથ ઉભો રાખો, “કેમ ?” “ઉપર સાધુ ભગવંત છે. દર્શન કરીએ. મશ્કરી કરી, “કેમ દીક્ષાનો વિચાર છે ?” “ભાવના છે.” સાથીદારે કહ્યું – “ભાવના હોય તો ચિંતા નહિ કરતા હું ટેકો આપીશ.” રથમાંથી નીચે ઉતર્યા, ચાલ બદલાઈ. “કુમાર, શું વાત છે ?' હવે દીક્ષાના માર્ગે,’ ‘એ તો ગમ્મત હતી.” “ખાનદાન કુળોમાં ખોટી ગમ્મત ક્યારેય ન હોય.' પણ મારી બહેનનું થાય શું ?' “જો એ કુલીન હોય અને એની તાકાત હોય તો આવે મારે માર્ગે અને તાકાત ન હોય તો એને જીવવાની બધી જ વ્યવસ્થા છે. અને જો કુલીન ન હોય તો આજથી જ વોસિરે.' ચોથા આરાના માનવીઓ આવા ચંચળચિત્તા હતા.
જંબૂકુમારે મા-બાપને : “આજે લગ્ન ને કાલે દીક્ષા', એવી વાત કરી. જ્યારે પાંચમા આરાના માનવીઓ અચળચિત્તા છે. ગમે તેટલાં હલાવો પણ હાલે જ નહિ એવા અચળચિત્તા છે અમને કહે તમે ૧૪-૧૪ આચાર્ય મહારાજ ભેગા થઈને એકને તો હલાવો ? એકે ય હાલે તેમ નથી.
ભૂતકાળમાં તો આચાર્ય ભગવંત નગરમાં આવતા. ધર્મદેશના થતી અને ધર્મદેશનાને અંતે કેટલાકે સર્વવિરતિ, કેટલાક દેશવિરતિ, કેટલાકે સમ્યગ્દર્શન સ્વીકાર્યાનું વર્ણન શાસ્ત્રનાં પાને-પાને જોવા મળે, જ્યારે આજની પરિસ્થિતિ વિચારીએ તો ગમે તેટલી દેશના સાંભળીને, પણ હતા ત્યાંના ત્યાં. સર્વવિરતિ નહિ, પણ દેશવિરતિ ય ખરી ? આજ પછી હવે ધંધો નહિ ? બોલો નિયમ કરવાના ? થોડો નીચે ઉતરું ?
હવે પરિગ્રહ તો વધારવાનો નહિ જ? બોલો, તેનો ય નિયમ કરવો છે? અહીં તમે આવ્યા હતા, તે દિવસનું જીવન અને અહીંથી જશો ત્યાર પછીનું જીવન. એ બન્ને વચ્ચે કેટલી તરતમતા જોવા મળશે ? “અહીં આવ્યા ત્યારે આવા-આવા મનોરથો હતા અને અહીંથી જઈએ છીએ, ત્યારે આવા-આવા મનોરથો છે. આવ્યા ત્યારે જીવનમાં આટલા દોષો હતા અને આટલા ગુણો ન હતા. અહીં આવ્યા પછી આટલા દોષો દૂર કર્યા અને આટલા ગુણો મેળવ્યા અથવા મેળવવાનો પુરુષાર્થ કર્યો. અહીંથી જશે ત્યારે આટલા દોષો તો અહીં જ વોસિરાવીને જશે અને આટલા ગુણો તો કાયમ માટે અપનાવીને જશું.' આ બધુ મને જાણવા મળવાનું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org