________________
૨૫૦
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
802
અનેક આત્માઓને દુર્ગતિમાં લઈ જવાની કારમી તાકાત રહેલી છે. પોતે ભૂલમાં રજૂ કરેલી વાતની ત્યાર બાદ પકડ થઈ જાય, સમજાવનાર મળે તો પણ મમત્વવશ એ પકડ ન છૂટે, એ આ મિથ્યાત્વનું લક્ષણ છે.
ખોટી માન્યતા ધરનારને ખોટી માન્યતા જણાઈ જાય છતાં પણ ખોટી માન્યતાને છોડે નહિ, તે આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ કહેવાય. “આટલો વખત પકડ્યા પછી હવે છોડવાથી મારું ખરાબ લાગશે” એવું વિચારીને સાચું ન સ્વીકારે તો તેમાં આ મિથ્યાત્વ કારણ છે. આમાં ખાસ માન કષાય કામ કરતો હોય છે. સાચી સમજ અને સરળતા આવે અને તેને સ્વીકાર કરવાની તૈયારી આવે તો જ આ મિથ્યાત્વ જાય. આ અંગે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે,
“અભિનિવેશી જાણતો કહે જૂઠું, કરે ન તત્ત્વપરીક્ષા જી.' ૪. સાંશયિક મિથ્યાત્વ :
આ સાચું કે તે સાચું ? આ દેવ સાચા કે પેલા દેવ સાચા ? આ ગુરુ સાચા કે પેલા ગુરુ સાચા ? આ ધર્મ સાચો કે પેલો ધર્મ સાચો ? આવી શંકા જેના મનમાં રહ્યા કરે, તેનામાં આ સાંશયિક મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વની અસરવાળાને જૈનધર્મ સ્વીકાર્યા પછી પણ જૈનધર્મના આચાર-વિચારસિદ્ધાંતમાં શંકા રહ્યા જ કરે. ભગવાન કહી ગયા છે કે, કંદમૂળમાં અનંતા જીવો છે, તો તે સાચું હશે ? રાત્રિભોજનથી નરકમાં જવાય તો તે સાચું હશે ? વગેરે બાબતોમાં પણ શંકા થયા કરે, તેને આ ચોથા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પણ પરમાત્માનાં વચનમાં “આ બરાબર હશે કે નહિ,' એવી શંકા થયા કરે. આ મિથ્યાત્વને કારણે વિવેક ન પ્રગટે અને વિવેક નહિ પ્રગટવાથી “શું સાચું અને શું ખોટું' એનો ખ્યાલ જ ન આવે.
“સંશય તે જિન વચનની શંકા, - એમ કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ સાંશયિક મિથ્યાત્વને ઓળખાવ્યું છે. ૫. અનાભોગિક મિથ્યાત્વ:
અનાભોગિક એટલે સ્પષ્ટ સમજ વિનાનું મિથ્યાત્વ. એકેન્દ્રિયથી લઈ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને આ મિથ્યાત્વ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org