________________
પ્રવચન-સ્ત્રોત
साम्प्रतं यदुक्तं प्राक 'किं वा जानन् बन्धनं त्रोटयतीति', अस्य निर्वचनमाह - 'वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ ।
संखाए जीवियं चेवं, कम्मणा उ तिउट्टइ ।।५।।' હવે શું જાણીને સમજી'ને બંધનો તોડી શકાય તે જણાવે છે -
ધન-સ્વજન વગેરે કોઈ જ રક્ષણ કરી શકતું નથી અને જીવન અલ્પ છે -
આવું જાણીને કર્મથી છૂટી શકાય છે – અગર તો સંયમક્રિયા દ્વારા બંધનથી છૂટી શકાય છે.”
'वित्तं' द्रव्यं, तञ्च सचित्तमचित्तं वा, तथा सोदर्या' भातृ-भगिन्यादयः, सर्वमपिच 'एतद्'वित्तादिकं संसारान्तर्गतस्यासुमतोऽतिकटुकाःशारीरमानसीवेदनास्स-मनुभवतो न 'त्राणाय' रक्षणाय भवतीत्येतत् ‘संख्याय' ज्ञात्वा तथा 'जीवितं च' प्राणिनां स्वल्पमपि संख्याय ज्ञपरिज्ञया, प्रत्याख्यानपरिज्ञया तु सचित्ताऽचित्तपरिग्रहप्राण्युपघातस्वजनस्नेहादीनि बन्धनस्थानानि प्रत्याख्याय 'कर्मणः सकाशात् त्रुट्यति' अपगच्छत्यसौ, 'तु'रवधारणे त्रुट्येदेवेति, यदिवा 'कर्मणा' क्रियया संयामानुष्ठानरूपया बन्धनात्त्रुट्यति, कर्मणः पृथग्भवतीत्यर्थः ।।५।।
સજીવ કે નિર્જીવ એવું ધન, ભાઈ-બહેન વગેરે સ્વજન, આ બધું જ એટલે કે ધન-સ્વજન વગેરે કાંઈ પણ સંસારમાં રહેલા જીવોને શારીરિક કે માનસિક વેદનાથી બચાવી શકતા નથી અને જીવોનું જીવતર પણ ટુંકું છે. આટલું જ્ઞપરિજ્ઞા એટલે કે જ્ઞાન દ્વારા જાણીને અને પ્રત્યાખ્યાન પરિક્ષા એટલે કે બંધનનાં સ્થાનભૂત એવા સજીવ-અજીવ પરિગ્રહ, જીવોની હિંસા અને સ્વજનના સ્નેહનું પચ્ચ-ફખાણ-ત્યાગ કરીને જીવ કર્મથી છૂટે છે. અગર તો સંયમાનુષ્ઠાનરૂપ ક્રિયા કરીને જીવ પોતાને કર્મના બંધનોથી મુક્ત કરે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org