________________
૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ !
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ તા૨ક તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખે ત્રિપદી પામીને વિશ્વોદ્ધારક-જ્ઞાનસાગર એવી દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું બીજું અંગ આગમ, સૂયગડાંગજી જેનું નામ, તેના માધ્યમથી મહાપુરુષોએ આપણને ‘બુřિજ્ઞ’ પદ દ્વારા આત્મ-જાગૃતિનો સંદેશ સંભળાવ્યો છે. તે આત્મજાગૃતિ આવ્યા બાદ પહેલું કામ શું કરવાનું કહ્યું ? તારું સ્વરૂપ જો અનંત જ્ઞાનમય છે, અનંત દર્શનમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે, અવ્યાબાધ સુખથી ભરેલું છે, તો તારી આ બેહાલી શા માટે ? આ બેહાલીનું કારણ ‘બંધન છે, તેને ઓળખી લે, તેને ઓળખીને વહેલી તકે તોડી નાંખ !' - આ ઉપદેશ શ્રી સુધર્માસ્વામીજીએ આપ્યો.
આ ઉપદેશ સાંભળતાની સાથે જંબુસ્વામીજીને પ્રશ્ન થયો. વિનમ્રભાવે તેમણે પ્રશ્ન કર્યો. ‘જે પરમાત્માના પાવન મુખેથી આપે આ મહાન અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી છે, તે પરમાત્માએ બંધન કોને કહ્યું છે ? તેને તોડવાનો ઉપાય કયો ?' તેના જવાબમાં આત્માની બેહાલી કરનાર, આત્માના સ્વરૂપનું આવરણ કરનાર, આત્માને ચાર ગતિમાં ૨ખડાવનાર અને રઝળાવનાર તે બંધનો કયાં છે ? અને તે બંધનને પેદા કરનારા બીજાં કયાં બંધનો છે - તેની વાત ગણધર ભગવંતે કરી.
શત્રુઓ ન વધારો ! એથી દુઃખ જ વધે છે :
આત્મા અરૂપી છે અને તેને બાંધનારાં કર્મો રૂપી બંધનો છે. એ કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org