________________
૭ – પૈસાવાળો સુખી છે-એ વાત ભૂલી જાઓ! 30
- વિ. સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૦, સોમવાર, તા. ૧૯-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
•
શત્રુઓ ન વધારો ! એથી દુઃખ જ વધે છે : રૂપિયો છે તો દુઃખ છે. :
આજના શ્રીમંતોની હાલત :
♦ ધનથી ધર્મ થતો નથી
ધન છોડવાથી જ ધર્મ થાય :
• લક્ષ્મણ જેવાનો બચાવ ન થયો તો તમારો શી રીતે થશે :
♦ દેવો પણ મમતાના ગુલામ ઃ
• મમતાને તોડવાના ઉપાયો :
• ભૌતિક સ્વાર્થ હોય ત્યાં પરોપકાર ન હોય :
·
બચવું હોય તો બધું છોડો !
• ધન મળે ધર્મથી જ, પણ મેળવવું એ ધર્મ
નહિં
• તમે ધર્મ ન કરી શકો એ ચાલશે પણ...
·
હૈયું સમજે તો આચારમાં આવતાં વાર નહિં : ♦ પાપ કરનાર કરતાં પાપના વિચાર કરનાર વધુ પાપ બાંધે એમ પણ બને : ‘ઘરડાને ઝાઝેરી’ કહેવાય તેનો એક નમૂનો ઃ ♦ આ હિતની વાત છે, ટેન્શનની નહિં :
વિષય : ઘન અને સ્વજનનો આધાર નકામો.
બંધનના કારણરૂપ પરિગ્રહ, હિંસા અને મમત્વ અંગેની વિગતથી વાતો કર્યા બાદ એનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ પાંચમા શ્લોકમાં ધન અને સ્વજનનો આધાર કેવો તકલાદી છે તે જણાવે છે. જ્યારે રોગાદિ આપત્તિઓ આવી પડે છે ત્યારે ધન પણ નકામું બની જાય છે અને સ્વજનો પણ નકામાં બની જાય છે. અઢળક ધન-સંપત્તિ અને મોટું વિશાળ કુટુંબ હોવા છતાં મોટા મોટા ચક્રવર્તીઓ, વાસુદેવો અને રાજવીઓને પણ દુ:ખથી, જરાથી, મોતથી અને દુર્ગતિથી કોઈ બચાવી શક્યું નથી; એ જ બતાવી આપે છે કે ધનસ્વજનાદિનો ટેકો વિશ્વસનીય નથી જ. આ જ આર્ષવાક્યને પ્રવચનકારશ્રીજીએ જૂદા જૂદા શાસ્ત્રવાક્યો અને શાસ્ત્રીય-વ્યવહારિક દૃષ્ટાંતો દ્વારા અહીં રજુ કરેલ છે. જેના વાંચનથી સહૃદય આત્મા વૈરાગી બન્યા વિના રહી શકતા નથી.
Jain Education International
પ્રવચનનું પ્રતિબિંબ
* શ્રીમંતોના દીકરાઓમાં મા-બાપની પડખે બેસીને નવકાર સંભળાવતા હોય અને મા-બાપને છેલ્લી આરાધના સુંદર રીતે કરાવતા હોય એવા દીકરાઓ કેટલા ? * જો પૈસામાં સુખ હોત તો ભગવાને શા માટે છોડ્યું ?
* જ્યાં પરિગ્રહ-હિંસા ને મમત્વ હોય, ત્યાં બધે જ બેહાલી હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org