________________
૧૦૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો !
- 714 ના, કેમ ! એમાં બીજું કાંઈ કારણ છે ?”
હા, સાહેબ ! કારણ એવું છે કે, આજુબાજુના સંઘોમાંથી અરજીઓ ખૂબ આવી છે, એમાં રૂપિયા લખાવવા ન પડે એટલે અમે બધાએ આ પૌષધ કર્યા છે.'
મહારાજ સાહેબે એ પુણ્યશાળીને કહ્યું કે, “સારું કર્યું કે તમે મને જાણકારી આપી દીધી. હવે એનો રસ્તો થઈ જશે.”
એ દિવસે વ્યાખ્યાનમાં ગુરુદેવે કહ્યું, “મહાનુભાવો ! સામાયિક કે પૌષધમાં ઉત્સર્ગમાર્ગે તો પૈસા કે ટીપ લખાવાય નહિ, ચડાવા-ઉછામણી પણ બોલાય. નહિ પણ અત્યારના સંયોગો જોતાં અપવાદ માર્ગ પૌષધમાં જેને ટીપ લખાવી હોય તે લખાવી શકશે.'
આ સાંભળતાં જ પૌષધ કરનારાઓને ધ્રાસકો પડ્યો. એમને થયું કે, “પૌષધ ગળે વળગ્યા ને પૈસા લખાવવાના તો ઉભા જ રહ્યા.” બીજા જ દિવસે ટપોટપ બધા પૌષધ પાળવા લાગ્યા. મહારાજ સાહેબે કહ્યું, “કેમ ભાઈ ! તમે તો ચોસઠપ્રહરી કરવાના હતા ને ?'
જવાબ આવ્યો “મહારાજ સાહેબ! આ બધા નવા નવા છે એટલે અઘરા પડે છે.” મહારાજ સાહેબને એમને કાંઈ કહેવા જેવું ન લાગ્યું, એટલે ન બોલ્યા. મમતા જીવો પાસે કેવાં કેવાં નાટકો કરાવે છે ? એના આ બધા નમૂના છે.
આ બધી બાબતો ઉપર પૂરી ગંભીરતાથી વિચારજો ! તમારી જાતને અને જીવનને સતત જોવાનો પ્રયત્ન કરજો અને એમાં તમને જ્યાં જ્યાં મમતાનાં બંધનો દેખાય તેને ઢીલા પાડવાનો પ્રયત્ન કરજો. એ માટે પ્રભુના એ વચનને સતત યાદ રાખજો કે - “મમાડ઼ પૂરું વી’િ મમતાને વશ પડેલો અજ્ઞાની જીવ અન્ય, અન્ય જીવો ઉપર આસક્ત થઈ ચાર ગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે.
જો તમારે સંસારમાં નથી રઝળવું તો આ મમતાની રમતો ને અને એના દારૂણ પરિણામોને સતત નજર સામે લાવી એનાથી બચવાનો પ્રયત્ન કરજો !
આ વિષયની આગળની વાતો હવે પર્યુષણ પછી જ થઈ શકશે. (નોંધ : શ્રા. વ. ૧૧ થી પર્યુષણ શરૂ થતા હોઈ આઠ દિવસ અષ્ટાબ્લિકા અને કલ્પસૂત્રનાં પ્રવચનો થયાં. ભા. સુદ-૫ થી ભા. સુ. ૮ સુધી પ્રવચનો બંધ રહ્યાં. ભા. સુ. ૯ મે રવિવાર હોઈ “સૂયગડાંગપરનું પ્રવચન બંધ હતું, ત્યારબાદ ભા. સુ. ૧૦થી આ વિષયનાં પ્રવચનો ચાલુ થયાં હતાં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org