________________
૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા' બનાવે છે મમતા - 29
લખાવાતી ન હતી. તેથી આ બધાએ નક્કી કર્યું કે આ વર્ષે આપણે બધાએ ચૌસઠપ્રહરી પૌષધ કરવા. કારણ કે ટીપો આવશે તો સૌએ પોતપોતાની રીતે લખાવવા તો પડશે જ અને જો નહિ લખાવીએ તો આપણું ખરાબ લાગશે. એના કરતાં જો પૌષધ કરીએ તો પૈસા લખાવવા ન પડે અને ત્યાગીમાં નંબર લાગશે એ મફતમાં. આમ વિચારીને તેઓ ગુરુભગવંત પાસે ગયા અને કહ્યું, ‘સાહેબ ! આપનાં વ્યાખ્યાનો સાંભળીને આ વખતે અમને સૌને ચોસઠ પ્રહરી પૌષધ કરવાની ભાવના થઈ છે.’ અમે સાધુઓ તો બધાને સીધી નજરે જોનારા. એટલે આચાર્ય મહારાજને બીજો કોઈ વિચાર પણ ન આવ્યો. ઉપરથી આનંદ થયો કે કેવા પુણ્યાત્મા છે ! બીજે દિવસે સવારે બધાએ પૌષધ ઉચ્ચર્યા. એક એકના ચહેરા ઉપર આનંદ હતો. એ સ્પષ્ટ કરવાની જરૂર નથી કે એ આનંદ પૌષધનો ન હતો, પણ ‘રૂપિયા બચી ગયા' એનો હતો. એ આનંદ ધર્મના ઘરનો નહિ પણ મોહના ઘરનો હતો.
૧૯૧
વ્યાખ્યાનના સમયે આજુબાજુના ગામમાંથી ટીપવાળા આવ્યા. આવનાર અગ્રણીઓએ ઊભા થઈને આચાર્ય ભગવંતની રજા લઈ પોતપોતાના સંધોની જરૂરિયાત મુજબની રજૂઆત કરી પરંતુ અહીંના આગેવાનો બધા જ પૌષધમાં હોઈ ટીપ આગળ ન વધી. છેવટે ટીપ કરવા આવનારાય મુંઝાયા. આ વખતે મોટા ભાગના પૌષધધારી શ્રીમંતો અંદર મલકાતા હતા પરંતુ એમનામાંથી જ એક ભવભીરુ નીકળ્યો. એને થયું કે ‘આપણે મહારાજ સાહેબને છેતર્યા.’ આખી રાત એને ઊંઘ ન આવી. બીજા દિવસે વહેલી સવારે એ મહારાજ સાહેબ પાસે ગયો અને પૂછ્યું કે, ‘મહારાજ સાહેબ ! આપનો અમારા માટે શું અભિપ્રાય છે ?’ આચાર્યશ્રીએ કહ્યું, ‘બહુ સારો. ક્યારેય સામાયિક-પૌષધ નહિ કરનાર, તમને સૌને એક સાથે ચોસઠપ્રહરી પૌષધ કરવાનો ભાવ જાગ્યો અને એ તમે શરૂ પણ કર્યા. એથી અનુમોદના કરવાનું મન થાય છે.’
--- 713
આ સાંભળીને આંસુ સાથે પેલા શ્રાવકે પૂછ્યું કે, ‘મહારાજ સાહેબ ! આપ એમ માનો છો કે, આપની વાણીની અમારા ઉપર બહુ અસર થઈ છે ?'
‘મારી નહિ ! ભગવાનની.' બહુ જ સહજતાથી આચાર્યશ્રીએ ઉત્તર આપ્યો. એ સાંભળી ભીની આંખે એ શ્રાવકે કહ્યું કે, ‘મહારાજ સાહેબ, એમ નહિ, આપને ખબર છે - અમે બધાએ પૌષધ કેમ કર્યા છે ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org