________________
૧૬૦
– ૩ - બંધન જાણો ! બંધન તોડો !
–
712
પૌષધ તો કરવા જ છે. એવી પણ તમારી ભાવના ખરી ને ?
જે પૌષધવ્રતમાં નહિ જોડાઈ શકે તે યથાશક્ય અને દાન, શીલ, તપ-ધર્મની આરાધનામાં જોડાઈ જવાના ને ? એમાં ક્યાંય ધનની, શરીરની મમતા તો આડે નહિ આવે ને ! એટલા પૂરતી ય મમતાને નાથવાની તૈયાર કરવી છે ને ? સભા: પૌષધ અને તપ તો શક્તિ હોય તે મુજબ થાય. બાકી પર્યુષણના દિવસમાં
દાન તો દરેક પોતપોતાની રીતે કરે જ છે ને ? આ બધું પણ બોલવા જેવું નથી. જે કરે છે તે ખરેખર અનુમોદનીય છે, પણ એની પાછળ નહિ કરનારાએ પોતાની જાતને છુપાવવી એ યોગ્ય નથી. ધર્મ-અનુષ્ઠાન પણ મમતાથી થાય એમ બને :
કેટલાકને તો હજુ પૌષધ અને તપ માફક આવે, પણ રૂપિયા ખર્ચવા જરાય માફક નથી આવતા. દરેકની મમતા અને મમતાનાં રૂપ નવાં નવાં હોય છે. આના અનુસંધાનમાં ય એક પ્રસંગ જાણવા જેવો છે.
એક ગામમાં એક સુપ્રસિદ્ધ આચાર્ય ભગવંતનું ચોમાસું બરાબર જામ્યું હતું. ગામમાં જેને ઠીકઠીક કહી શકાય એવા સુખી લોકો રહેતા હતા. આજુબાજુનાં નાના ગામમાં રહેનારા લોકો સામાન્ય અને મધ્યમ હતા. એમનાં ગામમાં આર્થિક અનુકૂળતાના અભાવે નાના-મોટા સંઘનાં કામ અટકેલાં હતાં. એટલે એ બધાને આ ચોમાસામાં આશા બંધાઈ કે મોટા ગુરુદેવ પધાર્યા છે, તો આ વખતે આપણું કામ થઈ જશે અને એમ સમજી એમણે પોતપોતાના સંઘને લગતા કામની અરજીઓ એ ગામના સંઘ ઉપર મોકલવા માંડી અને જણાવ્યું કે આ માટે અમે આપને ત્યાં પર્યુષણ દરમ્યાન આવશે.
આ બધી અરજીઓ જોઈ એ ગામના શ્રીમંતો મનોમન મુંઝાયા હતા. એમની આર્થિક સદ્ધરતા જોતાં આવેલી અરજીઓ પાર પાડવી એ એમને માટે મોટી વાત ન હતી, પણ એ માટે ઘસાવાની એમની માનસિક ઉદારતા ન હતી, એટલે એ બધા ભેગા થયા. અંદરોઅંદર વિચારણા કરતાં એમને એક ઉપાય જડી આવ્યો અને ભારે થયેલા ચહેરા હળવા થઈ ગયા.
એક વાત ધ્યાનમાં રાખજો કે મમતા જેમ ધર્મ કરતાં રોકે છે, તેમ ક્રિયારૂપ ધર્મ કરવાની પ્રેરણા પણ એ આપે છે.
એ કાળમાં નિયમ હતો કે, સામાયિક કે પૌષધ લીધું હોય, તે દરમ્યાન ટીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org