________________
૬ : ‘દેખતા'ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા - 29
એમણે કહ્યું, ‘હજી મારે નવી દુનિયા જોવાની બાકી છે.’
બધાએ ના પાડી દીધી. ત્યારે યુવાને પોતે બધાને આજીજી ભર્યા સ્વરે કહ્યું કે, ‘કોઈક તો મને બચાવી લો !' ત્યારે કોઈએ યુવાન સામે જોયું પણ નહિ કે એને કોઈ જવાબ આપ્યો પણ નહીં.
૧૫૯
-
આ પછી સંન્યાસીજીએ એ બધા સામે જોઈને કહ્યું કે, ‘અચ્છા તો મૈં પી લૂં ?’ આ સાંભળી બધા એકી અવાજે બોલી ઉઠ્યાં - ‘હા - હા બાબાજી ! આપ પી લીજીએ.’ બાવાજી મરે એમાં એમનું શું જવાનું હતું ? છે ને સ્વાર્થી દુનિયા !
www 711
સભા : સાહેબ બધે એવું જ હોય છે.
આ સમજ્યા પછી પણ તમને જાગવાનું મન નથી થતું ને ?
સભા : સાહેબ ! એ પછી બાવાજીએ શું કર્યું ?
આ સાંભળી બાવાજીએ દૂધનો ગ્લાસ ગટગટાવી દીધો ને ઉભા થઈ બહાર નીકળી ગયા. આ જોઈને પેલો યુવાન પણ તરત જ ઉભો થઈને તેમની પાછળ ચાલવા માંડ્યો. આ જોઈને બધાએ કહ્યું કે, ‘અરે, તું ક્યાં જાય છે ?'
‘જેણે મારા ખાતર મોતને પીધું, તેની પાછળ...' યુવાનનો આ જવાબ હતો. સભા : સાહેબ ! અમને પણ કોઈક આવો ચમત્કાર બતાવો તો અમે પણ જાગી જઈએ.
તમારા જીવનમાં તો આવી અનેક ઘટનાઓ બની ગઈ. પણ એને જોવા તમે આંખ ખુલ્લી રાખો તો કામ થાય.
હંમેશ માટે મમતા ત્યાગની વાત તો જવા દો, પણ આવનાર પર્યુષણના આઠ દિવસ પૂરતી મમતા છોડી શકો તોય મમતા ત્યાગની શુભ શરૂઆત થાય.
એકવાર નક્કી કરી લો કે, આ આઠ દિવસ માટે કોઈને મળવાનું નહિ. પૌષધ વ્રતની જ આરાધના કરવી છે. પત્નીને પણ કહી દેવાનું કે ‘તમે પણ આ આઠ દિવસ પૌષધ વ્રતની જ આરાધના કરજો.' આ આઠ દિવસ આપણે એકબીજાને મળવું નથી.
આવતીકાલથી જેની શક્તિ હશે તે ચોસઠપ્રહરી પૌષધ કરવાના ને ? એમાં ન્હાવા નહીં મળે તો ચાલશે, પરસેવો થશે તો પણ ચાલશે, સંથારે ઉંઘ નહિ આવે તો પણ ચાલશે. ગમે તેવી અગવડ પડશે તો પણ અમારે ચોસઠ પ્રહરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org