________________
૧૫૮ - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 710 નીકળ્યા. એમને જોઈને સ્વજનો એમના પગમાં પડી ગયા અને બધી વાત કરીને દીકરાને બચાવી લેવા વિનંતિ કરતાં કહ્યું કે - “બાવાજી ! વૈદ્યો-હકીમોચિકિત્સકો-માંત્રિકો-તાંત્રિકો બધા જ આવી ગયા પણ એ બધાએ હાથ ખંખેરી નાંખ્યા છે. હવે ડૂબતો તરણું પકડે. તો આપ જ એને બચાવી શકશો.”
સંન્યાસીજીએ કહ્યું, ‘અચ્છા ! ચલો, મૈં દેખતા હું.” એમ કહીને સંન્યાસીજી અંદર આવ્યા. બન્નેની આંખો મળી ગઈ. સંન્યાસીજી ધ્યાનમાં બેઠા. દસ-પંદર મિનિટ બરાબર ધ્યાન કર્યું. પછી કહ્યું, “ભયંકર દુઃખાવો છે. છોકરો બચે એ શક્ય લાગતું નથી.”
બધા પગ પકડે છે, આજીજી કરે છે અને કહે છે, “કુછ કિજીએ બાવાજી.” સંન્યાસીજીએ કહ્યું કે “રાસ્તા હૈ, લેકિન બહોત કઠિન હૈ.'
આ લોકોએ કહ્યું કે, “બાવાજી તમે જે કહેશો તે કરવા તૈયાર છીએ, પણ કાંઈક કરો.” સંન્યાસીજીએ કહ્યું કે, “ઠીક હૈ, દૂધ લે આઈએ.”
એ લોકો દૂધનો લોટો ભરીને લઈ આવ્યા. બાવાજીએ મંત્રોચ્ચાર ચાલુ કર્યા. એમાં બે-ત્રણ વખત કુંકો મારી. એ પછી એ લોટાને યુવાનના આખા શરીર ઉપર ત્રણ વખત ફેરવ્યો ને ઉતાર ઉતાર્યો. પછી સંન્યાસીજીએ કહ્યું, “સાંભળો ભાઈ ! વાત એવી છે કે, આનો રોગ આમાં ઉતાર્યો છે. આ કોઈને પીવો પડશે અને જે પીશે તે મરી જશે અને છોકરો જીવી જશે.”
સંન્યાસીજીએ એ યુવાનના પિતા સામે જોયું અને કહ્યું કે, “આપ પી લીજીએ.” આ સાંભળી છોકરાના બાપાએ કહ્યું કે, “આ ઘરની જવાબદારી મારા ઉપર છે. હું ચાલ્યો જઈશ તો આ લોકોનું થશે શું ?'
છોકરાની મા સામે અને બહેન સામે જોઈને સંન્યાસીજીએ એમને પણ કહ્યું, તો તે લોકોએ પોતાની આંખો જ નીચી ઢાળી દીધી.
તે પછી સંન્યાસીજીએ એ યુવાનની પત્નીને કહ્યું, “આપ પી લીજીએ. આપકા સૌભાગ્ય અખંડ રહ જાએગા.” ત્યારે એની પત્ની બોલી કે – “આ પીને હું મરી જાઉં, પછી એ જીવે કે મરે, એથી મને શું ફાયદો ?” આ પછી છેલ્લે સંન્યાસીજીએ જેમના જવાના દિવસો ગણાઈ રહ્યા હતા, એવા યુવાનના દાદીમાને કહ્યું, “માજી ! આપ પી લીજીએ. આપકો તો જાના હી હૈ,”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org