________________
૧૫૭
–
૬ : દેખતાને પણ “આંધળા બનાવે છે મમતા - 29
-
709
ઉતરતી નહોતી. એણે સંન્યાસીજીને કહ્યું કે “આપની આ બધી વાત બરાબર હશે. પણ મારા પરિવાર માટે લાગુ પડતી નથી. મારા આખા પરિવારને મારા ઉપર એટલો બધો પ્રેમ છે કે તેઓ એક એક જણ મારા માટે પોતાના પ્રાણ પાથરવા – પ્રાણોની ન્યોછાવરી કરવા તૈયાર છે. સંન્યાસીએ કહ્યું, “આ તારો ભ્રમ છે”
પણ એ વાસ્તવિકતાને ભ્રમ શી રીતે માનું ? મારો અનુભવ સાચો કે આપના અનુભવની વાત સાચી ?' એમ જ્યારે યુવાને કહ્યું ત્યારે એ સંન્યાસીજીએ કહ્યું કે – “હું તને પ્રતીતિ કરાવે તો તો તું મારી વાત માને ને ?” યુવાને કબૂલ કર્યું.
સંન્યાસીજીએ એ માટેની આખી જ યોજના યુવાનને સમજાવી અને તે યુવાન પણ એ સમજીને ઘરે ગયો.
ઘરે પહોંચીને ઉંબરામાં પગ મૂકતાં જ એ પછડાઈ પડ્યો અને એના મોંઢામાંથી તીખી ચીસ નીકળી ગઈ.
એકાએક બધા ભેગા થઈ ગયા, “શું થયું ?'
પેટમાં દુઃખે છે, જીવ નીકળી જાય છે.” બે હાથ પેટમાં દબાવીને એ રાડારાડ કરે છે. શરીર આખું એનું બેવડ વળી ગયું છે અને “બચાવો, બચાવો, મરી જાઉં છું. હમણાં જ મારો જીવ નીકળી જશે ! હવે મારાથી સહન નહીં થાય. કાંઈક કરો અને મને બચાવો,’ એમ એ રાડારાડ અને ચીસાચીસ કરે છે.
બે દુઃખાવા એવા છે કે, જેને કોઈ પારખી ન શકે. એક - પેટનો દુઃખાવો ને બીજો માથાનો દુઃખાવો. આ તો ઉછળે છે ને પટકાય છે, ઉછળી ઉછળીને પટકાય છે. એનો પરિવાર ચિંતાતુર થઈ વૈદ્યો-હકીમો બધાને બોલાવે છે.
બધા નાડી જુવે છે ને કહે છે - નાડી તો સ્વસ્થ છે. એનો ક્યાંય પગ પડી ગયો હશે. એટલે ભૂવાઓને-માંત્રિકો, તાંત્રિકો પણ બોલાવે છે. એ આવ્યા. પણ એનાથીએ કાંઈ ન વળ્યું, એટલે એ પણ નિરાશ થઈને ચાલ્યા ગયા. આની ઉપરાઉપરી ચીસો ચાલુ જ છે. આમ બે-ત્રણ દિવસ નીકળી ગયા. બધા સ્વજનો ભેગા થઈ ગયા અને આવેલા એ બધા જે કોઈ ઉપાયો બતાવે, તે બધા જ એ કરે છે. પણ પરિણામ કાંઈ આવતું નથી. ત્રીજા દિવસે નિરાશ થઈને કેટલાક સ્વજનો ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હતા, એવામાં ત્યાંથી પેલા સંન્યાસીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org