________________
૧૫૬ –
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
–
708
આંટી પડી ગઈ હતી, લાકડાંનો તે થાંભલો સુંદર ઝીણામાં ઝીણી કારીગરીવાળો હતો. એમાં કોઈએ કહ્યું, “ભાઈ, સુથારને બોલાવો અને આ થાંભલો કાપો.” સુથાર આવી ગયો અને થાંભલાને કાપવા જ્યારે એણે કરવત હાથમાં લીધું કે તરત જ એ યુવાનની પત્ની રોતાં રોતાં બોલી કે થાંભલો બનાવનારો ગયો ! હવે થાંભલો કાપશો તો પછી થાંભલો કરાવશે કોણ ? પગ તો આમેય બાળવાના જ છે, તો પગ જ કાપો ને ?' આ સાંભળતાં મરેલ તરીકે જાહેર થયેલા આ યુવાનને થયું કે હવે જો વધારે રાહ જોવા જઈશ તો પગ કપાઈ જશે. એટલે એણે ધીમે ધીમે શ્વાસની પ્રક્રિયા ચાલુ કરી હૃદયના ધબકારા ચાલુ કર્યા. કળ વળી ને ધીમેથી આળસ મરડીને ઉભો થયો. જાણે કશું જાણતો જ નથી એ રીતે એણે પૂછ્યું કે “બધા કેમ ભેગા થયા છો ?” બધાએ કહ્યું, “તું તો મરી ગયો હતો ! પણ તું ભાગ્યશાળી કે આવી સતી સ્ત્રી તને પત્ની તરીકે મળી, એના પ્રભાવે તારા પ્રાણ પાછા આવ્યા અને બધા ધીમે ધીમે વિખરાઈને ઘરે ગયા. એ પછી તો ઓલીએ પણ નાટક કરવાનું ચાલુ કર્યું. “હું તો તમારી પાછળ સતી થવાની હતી...”
ત્યારે આ યુવાને કહ્યું કે “આ બધું નાટક રહેવા દે. મેં તારું બધું જ નાટક મારી સગી આંખે જોયું છે. તારે મારી પાછળ સતી જ થવું હતું તો મારા મર્યા પછી શીરો બનાવીને શું કામ ખાધો ? પણ કાંઈ વાંધો નહિ. દુનિયાનો આ સ્વભાવ જ છે. હવે જે કાંઈ સગેવગે કર્યું, એ પણ સંભાળજે અને ઘર અને થાંભલાને પણ સંભાળજે. હું તે આ ચાલ્યો. ઉપકાર એ સંન્યાસીજીનો છે કે જેણે મારી આંખ ઉઘાડી અને મને આ સંસાર જેવો છે તેવો ઓળખાવ્યો.”
એ યુવાનને સ્ત્રીરૂપે બંધન ઓળખાયું તો એ ચાલી નીકળ્યો. તમને ક્યારે ઓળખાશે ? સ્વાર્થી દુનિયાનો એક નમૂનો :
સ્વજન-પરિવાર પણ બંધન છે એવું સમજાય તે પુણ્યાત્મા કઈ રીતે પોતાનાં એ બંધનને તોડી સંસાર છોડી ત્યાગ-વૈરાગ્યના પંથ સંચરી જાય છે તે દર્શાવતો આવો જ એક બીજો પણ પ્રસંગ આવે છે. વાત નીકળી છે તો કહી દઉં - આવા જ બીજા એક સંન્યાસી હતા. એમનો પણ આવો જ વાર્તાલાપ હતો અને આવો જ ઉપદેશ હતો. જેને સાંભળવા છતાં એક યુવાનને આ વાત ગળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org