________________
૧૫૫ – ૬: દેખતા'ને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 707 ધબકારા પણ બંધ થયા. આ જોઈને એની યુવાન પત્ની એકદમ ગભરાઈ ગઈ. એણે એને બોલાવવાનો, ઢંઢોળવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ પરિણામ કાંઈ ન આવ્યું. એને થયું કે આ તો ગયો, હવે શું કરવું ? તરત જ એણે ભાવિનું આયોજન વિચારી લીધું અને એ તરત સ્વસ્થ થઈ – દરવાજે ગઈ – બહાર જોઈ લીધું, કોઈ નથી. તરત જ એણે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો અને ઘરમાં જે કાંઈ સગેવગે કરવાનું હતું તે કરી લીધું. એ પછી એને થયું કે હમણાં બધા સગા-વહાલાં ભેગાં થઈ જશે અને ન જાણે ક્યાં સુધી આ રોવા-કકળવાનું ચાલશે. નહિ તો હું ખાવાની રહીશ કે નહિ તો પીવાની રહીશ. આમે ય એ બધાં સાથે રીત-રિવાજ મુજબ રડવું પણ પડશે. વગર તાકાતે આ બધું રડાશે ય શી રીતે ? એમ વિચારીને એણે આ બધું ચાલે ત્યાં સુધી ટકી શકાય તે માટે અત્તરવાયણું કરવાનું પણ નક્કી કરી લીધું અને એ સીધી જ પહોંચી ગઈ રસોડામાં ઝડપથી ચોખ્ખા ગોળ-ઘીનો શીરો બનાવીને પેટ ભરી લીધું અને ટાઢુબોળ પાણી પીને ગળું પણ ભીનું કરી લીધું. પછી એણે ઘરનો દરવાજો ખોલીને મોટી પોક માંડી. ને જેવાં બધાં ભેગાં થયાં કે તરત જ પોતાના ધણી ઉપર પડતું મૂક્યું અને મોટે મોટેથી રોવાનું ચાલુ કર્યું ? “મને આમ અધવચ્ચે મૂકીને ક્યાં ચાલ્યા ગયા ? હું તમારા વગર ઘડીભર નહિ જીવી શકું. આપણે જીવન-મરણના કોલ આપ્યા હતા. એ તે તમે કેમ તોડી નાંખ્યા ?” આ જોઈ સ્વજનો એને છૂટી કરવાનો, ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, તો આ કહે છે કે હવે તો મારે સતી જ થવું છે. એમના માથાને ખોળામાં લઈને ચિતા ઉપર ચડવું છે. જલ્દી કરો, નહિ તો મારે ને એમને ખૂબ છેટું થઈ જશે. એમને મારા વગર નહિ ફાવે અને હું પણ એમના વગર હવે નહિ જીવી શકું.”
સ્વજનોએ બહુ જ સમજાવીને એને શાંત કરી, છૂટી પાડી તો દીવાલના ટેકે માથું ઢાળીને રોવા લાગી અને એની સાથેના ભૂતકાળનાં પ્રેમનાં ગાણાં ગાવા લાગી.
આ તરફ સ્વજનોએ હવે યુવાનને લઈ જવાની તૈયારી કરવા માંડી. એ માટેની ઠાઠડી પણ તૈયાર થઈ ગઈ. યુવાનને ત્યાંથી ઉઠાવી ઠાઠડી ઉપર ગોઠવવા બધાએ ઉપાડ્યો પણ એના પગની આંટી એ જ્યાં પડ્યો હતો, એની બાજુના થાંભલામાં પડી ગઈ હતી. પગની આંટી એટલી મજબૂત હતી કે છૂટી થઈ નહિ. શરીર એકદમ લાકડાં જેવું થઈ ગયું હતું. જે થાંભલામાં પગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org