________________
૧૯૫
–
૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30
–
747
ન કરું. મારું ચાલે તો બધાને પૂરા કરી દઉં. એકને ન જવા દઉં. આ વિચારમાં ને વિચારમાં પોતાનું કેવળ એક અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂરું કરી એ સીધો જ સાતમી નરકમાં પહોંચી જાય છે.
આવા વિચારો તમે નથી જ કરતા કે તમને આવા કોઈ વિચારો નથી જ આવતા, એવા ભ્રમમાં રહેતા નહિ. જ્યારે જ્યારે વૉર થાય ત્યારે મારું ચાલે તો આમ કરી દઉં ને તેમ કરી દઉં,” એવા કેટલા કેટલા વિચારો આવે છે ?
બજારમાંથી નીકળે તોય એને થાય કે “આ લઉં કે આ લઉં. શું કરું, મારી પાસે પૈસો નથી. નહિ તો આમાંનું કાંઈ ન છોડું.' આવા વિચારો પણ આવે છે ને ? ઘણાને તો આ વિચારોની અસર એમના શરીર ઉપર દેખાવા લાગે. હાથ ખિસ્સામાં જાય ને બહાર આવે. એનું ચાલે તો આખી દુનિયા ખરીદી લેવાની એની ઇચ્છા હોય. એટલે ફરી મૂળ વાત ઉપર આવો.
એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે , આ પૈસો તમારું રક્ષણ કરી શકશે નહિ. સ્વજન-પરિવાર તમને બચાવી શકશે નહિ અને જીવન ક્ષણભંગુર છે, માટે એ લાંબો સમય નહિ જ ટકે.
માટે કરવા જેવું તત્કાળ કરી લો કારણ કે હવે ઝાજો સમય રહ્યો નથી.ધીમે ધીમે કરવા ગયા તો ક્યારે ઉકલી જશો, ખબર નહિ પડે. જે કરવું હોય તે તરત કરી લો.
જ્ઞાની ભગવંત કહે છે, જે પણ સારાં કાર્યો કરવાનાં તમને મનોરથ થયા હોય તેને કાલ ઉપર નહિ છોડતાં.
દુ:ખની વાત એ છે કે પૈસા અને પરિવારની પાછળ પડેલાને સારાં કામ કરવાનો કે સંસાર ત્યાગ કરવાનો વિચાર જ આવતો નથી એ તો ધન-સંપત્તિના વિચારમાં જ જિંદગી પૂરી કરે છે. માટે જ એવા જીવોની મનોદશાનું વર્ણન કરતાં જ્ઞાની ભગવંતોએ કહ્યું કે - 'अजं कल्लं परं परारि, पुरिसा चिंतंति अत्थसंपत्ति । अंजलीगयं व तोयं, गलतमाउं न पिच्छंति ।।१।।' । આજે, કાલે, પરમ દિવસે પૈસો મળશે, એવું પુરુષો વિચાર્યા કરે છે; પણ ખોબામાં રહેલ પાણીની જેમ ગળી જતા-ખાલી થતા આયુષ્યને જોઈ શકતા નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org