________________
૧૯૪
746
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
તુવલ્લા - મુક્ય'
આ જીવો દુઃખથી મુક્ત નહિ થાય, માટે જ આજે આપણે આપણા આત્મા પાસે જવાબ લેવો છે. હવે તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને આત્માને પૂછો કે પૈસો કેવો લાગે છે ?
સભા : ભંડો.
મારે તમારા હોઠનો નહિ પણ હૈયાનો જવાબ જોઈએ છે. શું તમને એમ લાગે છે કે, “આ પૈસો તમને બચાવી શકશે નહિ, રક્ષણ આપી શકશે નહિ.”
મને તો એમ લાગે છે કે, તમે પૈસાની ગરમી ઉપર જીવો છો.
ભગવાન કહે છે, આ સમજ જેનામાં નહિ હોય, એવા સાધુ અને સાધ્વીના જીવનમાં પણ આ પૈસો એક નહિ તો બીજા સ્વરૂપે આવી જશે.
ઘણા માને છે કે, “જાતે પરિગ્રહ રાખીએ તો જ પાપ. બીજા પાસે રખાવીએ તો વાંધો નહિ.” જાતે હિંસા કરીએ તો જ પાપ. બીજા પાસે હિંસા કરાવીએ તો પાપ નહિ. “બીજાએ હિંસા કરી હોય અને તેને ભોગવીએ તો તેમાં પાપ નહિ.' એક વાત બરાબર ધ્યાનમાં રાખજો કે આ માન્યતા જૈનોની નહિ પણ બૌદ્ધોની માન્યતા છે, આમ છતાં પોતાને જૈન તરીકે ઓળખાવનારમાં આજે ઘણા એવી માન્યતા ધરાવનારા હોય છે. પાપ કરનાર કરતાં પાપના વિચાર કરનાર વધુ પાપ બાંધે એમ પણ બને :
સભા: ‘કરણ-કરાવણ અને અનુમોદન કરનાર, ત્રણેય સરખાં જ ફળ મેળવે એવું
નથી ?
આ તો સાપેક્ષ વચન છે. એમાં એકાંત નથી. ઘણીવાર તો પાપ ન કરે છતાં વધારે કર્મ બાંધે. તંદુલિયો મત્સ્ય, એ એક હજાર યોજનની લંબાઈવાળા માછલાની આંખની પાંપણમાં પેદા થાય છે. એની કાયા માત્ર એક અંગુલ જેટલી જ હોય છે. એક હજાર યોજનાનું માછલું, ખાઈ-પીને આરામ કરતાં મોટું ફાડીને બેઠું હોય અને સમુદ્રી પ્રવાહ સાથે ઢગલાબંધ માછલાં એના મોઢામાં જાય અને બહાર આવે. આ જોઈને તંદુલિયા મલ્યને થાય છે, “આ બેવકૂફ છે. વગર મહેનતે આટલાં બધાં માછલાં આવે છે. છતાં એ મોટું બંધ કરીને આ બધાને કેમ હજમ કરી જતો નથી ? એની જગ્યાએ હું હોઉં તો એકેયને જતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org