________________
૧૯૩ – ૭: પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 – 745
આ ભવમાં જૈન ધર્મ આચરવાની બધી સામગ્રી મળવા છતાં નહિ આચરતો મૂર્ખ માણસ આગામી ભવોમાં જૈન ધર્મ મેળવી-આચરવાની માગણી કરે છે. તે કઈ મૂડી ઉપર પરભવમાં જૈન ધર્મની સામગ્રી મેળવશે ? એમ ઉપદેશમાળા નામના ધર્મગ્રંથમાં કહ્યું છે.”
માટે જ કહું છું કે ભવિષ્યના ભાવોમાં જો તમારે સાધનાનું બળ જોઈતું હોય તો તે માટેની શરૂઆત તો આ ભવમાં જ કરવી પડશે.
આમ છતાં આજે તમે જે કરી શકતા નથી, એનું મુખ્ય કારણ હૈયામાં ઘર કરીને બેઠેલી મમતા છે.
હવે તમે જ વિચાર કરો કે, પરિગ્રહ અને સ્વજનની મમતાને કારણે તમે ધર્મથી કેટલા દૂર રહ્યા અને કેટલાં પાપ કર્યા ? તેમાંથી આજે કેટલાં ટેન્શનો વધ્યાં ?
દીકરો જરા બોલ્યો નહિ તો ટેન્શન. દીકરાની વહુએ બરાબર ભાણું જાળવ્યું નહિ એટલે ટેન્શન ! પત્નીએ જરા મોઢું ફેરવી લીધું એટલે ટેન્શન !
ઓફિસે ગયા, નોકરે બરાબર સલામ ભરી નહિ એટલે પાછું ટેન્શન ! માલ વેચાયો નહિ એનું ટેન્શન ! ઉઘરાણી પતી નહિ એનું ટેન્શન ! સરકારી લફરું આવ્યું એનું ટેન્શન !
આવાં તો કેટકેટલાં ટેન્શન ? અને પછી એમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન.
પરિગ્રહ, હિંસા અને મમતા - આ ત્રણેયને કારણે જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રિબાય છે. આર્તધ્યાનને પરવશ પડે એટલે તિર્યંચ ગતિને યોગ્ય કર્મો બંધાવાનાં શરૂ થાય અને રૌદ્રધ્યાનને પરવશ પડે એટલે નરકગતિને યોગ્ય કર્મો બંધાવાનાં શરૂ થાય. જેને લઈને મરીને એ જીવ છેવટે તિર્યંચગતિ કે નરકગતિમાં ભટકવા ચાલ્યો જાય. માટે જ ભગવાન કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org