________________
૧૯૨
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
–
744
એમને એ ધર્મદેશના સમજાઈ હતી, તે હૈયાથી અને આપણને સમજાઈ છે માત્ર મગજથી, હૈયાથી નહિ.
આગમો અને ચરિત્ર ગ્રંથોમાં પૂર્વકાળનાં વર્ણનો આવે છે. તેમાં આવે છે કે - નગરમાં આચાર્ય ભગવંત પધાર્યા, ધર્મદેશના થઈ, ધર્મદેશનાના અંતે કેટલાકે સર્વવિરતિ લીધી. કેટલાક દેશવિરતિ લીધી, કેટલાકે સમ્યક્ત ઉચ્ચર્યું. એક જ ધર્મદેશના સાંભળીને આવું બનતું. આવું બનવાનું એક જ કારણ હતું કે તેઓ જે પણ સાંભળતા હતા તે હૈયાથી સાંભળતા હતા.
સભા: આજે અમને નથી સમજાતું તેનું કારણ શું ? મિથ્યાત્વનું કોચલું અકબંધ છે. રાગ-દ્વેષ, અનંતાનુબંધીના છે અને તે પણ તીવ્ર છે. માટે જ રાગ-દ્વેષ ભૂંડા છે, તેવી પ્રતીતિ થતી નથી.
રાગ વિકૃતિરૂપ ન લાગતાં સ્વાભાવિક લાગે છે. એ જ રીતે દ્વેષ વિકૃતિરૂપ ન લાગતાં તે પણ સ્વાભાવિક લાગે છે. અને એ રાગ-દ્વેષ સ્વાભાવિક અને લાભપ્રદ લાગે છે માટે જ કર્તવ્યરૂપ લાગે છે.
સારામાં સારા ધર્માત્મા ગણાતા પણ બોલે કે “સાહેબ, રાગ વિના તો જીવાય જ કેમ ? ઘરમાં બેઠા છીએ તો, લાગણી તો હોય જ ને ? સ્મશાનમાં થોડા બેઠા છીએ ? આ કાંઈ મુસાફરખાનું થોડું જ છે ? છેવટે ઘર છે. રાગ તો હોય જ ને ?' એવો ભાર આપીને એ બોલતો હોય છે, ક્યાંય એને એ રાગની વેદના ન હોય. એ કર્તવ્ય જ લાગતું હોય એમ સ્પષ્ટ દેખાય. એ જ રીતે દ્વેષને પંપાળતાં વચનો પણ સહજ રીતે બોલાતાં હોય છે. “સાહેબ ! આપણે ડંખ ન મારીએ પણ ફૂંફાડો તો મારવો જ પડે. સાવ નરમ થઈ જઈએ તો લોકો આપણને ફોલી ખાય. સાહેબ ! થોડીક ગરમી તો રાખવી જ પડે.” - એમ એ બોલે. આવા શબ્દોચ્ચાર જ એવું બતાવે છે કે એનામાં મિથ્યાત્વ અકબંધ બેઠું છે, રાગ-દ્વેષની ગ્રંથી હજુ દેખાઈ પણ નથી તો ભેદાવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. સભા? બધું અત્યારે આ ભવમાં જ કરી લેવાનું? આગળના ભાવોમાં કરીએ તો
ન ચાલે ? આ જ વસ્તુને જણાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું કે –
પામી બોધ ન પાળે મૂરખ, માંગે બોધ વિચાલે, લહીએ તેહ કહો કૂણ મૂલે, બોલ્યું ઉપદેશમાલે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org