________________
૧૯૧ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 743 છો, એ હૈયાથી નહિ માત્ર બુદ્ધિથી જ, એટલે જરૂરી પરિણામ આવતું નથી. જો હૃદયથી સમજ્યા હોત તો આચારમાં આવ્યું જ હોત. અને શક્તિ-સંયોગના અભાવે અમલમાં ન આવ્યું હોત તો તેનું દુ:ખ હોત કારણ કે, આચારનાં મૂળમાં સમ્યગ્દર્શન હોય છે અને તે પછી વિરતિ આવે છે.
પહેલાં સમ્યગ્દર્શન આવે અને તે પછી વિરતિ આવે. હૈયાના પરિવર્તન વિના સમ્યગ્દર્શન ક્યારેય આવતું નથી.
જ્ઞાનીઓને માત્ર બાહ્ય આડંબરમાં રસ નથી, એમને તમારી-અમારી આંતરિક પરિણતિ બદલવી છે. હમણાં હમણાં કેટલીક વાતો એવી રીતે થઈ રહી છે કે, જેમાં પરિણતિનું લક્ષ્ય ચૂકાઈ રહ્યું છે ... માત્ર ક્રિયા કર્યા કરો એમ બોલાઈ રહ્યું છે, પરંતુ એ ક્રિયા શેના માટે કરવાની ? તેની કોઈ વાત જ કરાતી નથી, જે બરાબર નથી.
સોનાનાં જેકેટ લઈને કોઈ જતો હોય ને ખબર પડે કે પાછળ પોલીસ પડી છે અને જો જેકેટ સાથે પકડાયો તો ખરાબમાં ખરાબ પરિણામ આવશે એમ ખબર હોય તો ? કિંમતીમાં કિંમતી પણ જેકેટો રસ્તા વચ્ચે ફેંકી દેનારા પણ સાંભળ્યા છે ને ? આ હૈયાથી સમજ્યો કહેવાય. સોનાનો બિસ્કીટનાં જેકેટ સાથે પકડાવાનું પરિણામ શું આવશે ? - એ સમજ્યો એટલે તરત આચરણમાં આવ્યું. એ જ રીતે “અપાય વિચય” ને “વિપાક વિચય'નું જ્ઞાન હૈયાથી થયું ? હજી આપણને તે જ્ઞાન હૈયાથી થયું નથી. જે દિવસે આ જ્ઞાન હૈયાથી થશે તે દિવસે આચારમાં આવતાં વાર નહિ લાગે.
“અપાય વિચય” અને “વિપાક વિચય' સમજ્યા ને ? પહેલાં પણ સમજાવ્યું હતું. રાગ-દ્વેષ આત્માનું કેવું અહિત નોંતરે છે, એ કેવા અપાયને કરનારા છે - તેનું ચિંતન તે અપાય વિચય છે. કર્મના યોગે જીવને જે દુઃખો ભોગવવા પડે છે - તેનું ચિંતન તે વિપાક વિચય છે. આ બંને ધર્મધ્યાનના પાયા છે. એવું ચિંતન કરવાથી ધર્મધ્યાન આવે છે.
તમે એ પણ વિચાર કરો કે એક જ દેશનામાં જંબૂસ્વામીએ ભર્યા ભર્યા સંસારનો ત્યાગ કેમ કર્યો ? તે દેશનાના શબ્દો આજે પણ ગ્રંથસ્થ છે, તે તમે સમજી શકો અને સમજાવી પણ શકો, છતાં સંસાર કેમ છોડી શકતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org